ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જે કે રોલિંગ હતા કોવિડ-19ના લક્ષણોથી પીડિત, આ રીતે મળી રાહત - કોરોનાવાઈસ ન્યૂઝ અપડેટ્સ

'હેરીપોટર'ની લેખિકા જે કે રોલિંગે જણાવ્યું કે, તે બે અઠવાડિયાથી કોરોના વાઈરસના લક્ષણોથી પીડિત હતા. પરંતુ સારવાર બાદ હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. જો કે રોલિંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, તેમણે ખઈ રીતે કોરોના વાઈરસના લક્ષણોથી છુટકારો મેળવ્યો.

JK Rowling
JK Rowling

By

Published : Apr 7, 2020, 4:29 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસ એક કહેર બની વિશ્વને બરબાદ કરી રહ્યું છે. લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. આ દરમિયાન હેરીપોટરની લેખિકા જે કે રોલિંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે તે કોરોનાવાઈસના લક્ષણોથી બચી કઈ રીતે સાજા થયાં. જોકે તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો.

રોલિંગે વીડિયો શેર કરી લખ્યું કે, "કૃપયા ક્વિન્સ હોસ્પિટલના આ ડોક્ટરને સાંભળો તેમણે સમજાવ્યું કે, શ્વાસ લેવામાં પડતી તકલીફથી કઈ રીતે આરામ મેળવવો. છેલ્લા બે સપ્તાહથી મને કોવિડ 19ના લક્ષણો દેખાતા હતાં. જો કે મેં ટેસ્ટ કરાવ્યો નહોતો. પરંતુ ડોક્ટર હસબન્ડની સલાહ મુજબ કાળજી રાખી અને અત્યારે હું સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ છું."

જે કે રોલિંગના ટ્વિટ બાદ કેટલાઈ લોકોએ કોમેન્ટ કરી કહ્યું કે, જે કે રોલિંગના શેર કરેલા વીડિયમાંથી ડોક્ટરના કહ્યાં મુજબ તે લોકોને રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details