ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રીસ વિથરસ્પૂને પુત્ર ટેનેસી સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો - રીસ વિથરસ્પૂનની ભારત યાત્રા

રીસ વિથરસ્પૂને તેના પુત્ર ટેનેસી સાથે એક નવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, હોલીવૂડ સ્ટાર ભારત પ્રવાસનું સપનું જોતી હોય છે, અભિનેત્રી તેના પુત્ર સાથે લોકડાઉનમાં આ આકર્ષક રમત રમે છે.

રીસ વિથરસ્પૂન
રીસ વિથરસ્પૂન

By

Published : May 29, 2020, 11:42 PM IST

લોસ એન્જલસ: અમેરિકન અભિનેત્રી રીસ વિથરસ્પૂન અને તેનો પુત્ર ટેનેસી ભારત પ્રવાસનું સપનું જોઇ રહ્યાં છે.

વિથરસ્પૂનની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માતા અને પુત્ર ભારતમાં એક એક્ટિવીટી બુકમાં મગ્ન થયેલા જોઇ શકાય છે. આ ફોટામાં ટેનેસીએ પેન પકડી છે, જ્યારે વિથરસ્પૂન 'ભારત' દ્વારા લખાયેલા પૃષ્ઠ તરફ ઇશારો કરતા નજરે પડે છે. ભારતનો એક બ્રોશર અને બનાવટી પાસપોર્ટ પણ નજીકના ટેબલ પર પડેલો છે, જે રમવા માટેનો છે.

અભિનેત્રીએ તસવીર સાથે લખ્યું કે, 'અમે એ જગ્યાનુ્ં સપનું જોઇએ છે, જ્યાં આપણે જવાના છીએ. તમે ક્યાં જવાના સપના જોઇ રહ્યાં છો?

ABOUT THE AUTHOR

...view details