ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાઇરસ: ઇમરાન હાશ્મીએ ટ્વીટર પર ગુસ્સો વ્યકત કર્યો - ચીનથી ફેલાયેલો ભયાનક કોરોના વાઇરસ

વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. આ વાઇરસના કારણે હજારો લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

ઇમરાન હાશ્મીને કોરોના વાઇરસને લઇને ટ્વવીટર પર ગુસ્સો કર્યો વ્યકત
ઇમરાન હાશ્મીને કોરોના વાઇરસને લઇને ટ્વવીટર પર ગુસ્સો કર્યો વ્યકત

By

Published : Mar 27, 2020, 12:15 PM IST

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ઇમરાન હાશ્મીએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હાશમીએ ટ્વીટ કરતા કહ્યું કે, COVID-19ના ફેલાવાના મૂળ કારણ વિશે ટિપ્પણી કરી હતી.

WHOએ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ વાઇરસ 180થી વધુ દેશોમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ સિવાય સાડા ચાર લાખ લોકો આ વાઇરસથી ચેપગ્રસ્ત છે. વિશ્વના ઘણા દેશોમાં આરોગ્ય ઇમરજન્સીની હાલત સર્જાઇ છે.

બોલિવૂડમાં એક સમયે ઇમરાન સિરિયલ કિસર તરીકે આળખાતો હતો. હવે અભિનેતા ગંભીર ફિલ્મો તરફ આગળ વધી રહ્યો છે. તે છેલ્લે ફિલ્મ 'ધ બોડી'માં જોવા મળ્યો હતો. આ સાથે, તેમણે નેટફ્લિક્સ પર વેબ સીરિઝ 'બાર્ડ ઓફ બ્લડ' દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ધમાકેદાર કમાણી કરી હતી. કોરોના વાઇરસને કારણે તેના આગામી પ્રોજેક્ટ્સ હાલમાં બંધ છે.

ABOUT THE AUTHOR

...view details