ન્યુયોર્કઃ હૉલીવુડ અભિનેતા હ્યુ જેકમેનનું માનવું છે કે કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે માનસિક સ્વાસ્થ્યને અવગણવું જોઈએ નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે તે તેવાંં લોકોની મદદ કરવાની કોશિશ કરી રહ્યાં છે જેને મદદની જરુર છે.
કોરોનાના કપરા સમય દરમિયાન માનસિક રીતે પણ એક બીજાની મદદ કરવી જોઈએઃ હ્યુ જેકમેન
હૉલીવુડ અભિનેતા હ્યુ જેકમેને કહ્યું કે આવી સ્થિતિમાં માત્ર એક બીજાના આર્થિક અને શારીરિક મદદ ન કરતાં માનસિક રીતે પણ મદ કરવી જોઈએ.
Hugh Jackman ,Etv Bharat
તાજેતરમાંં જ એક ઈન્ટરવ્યુમાં જૈકમેને કહ્યું હતું કે, 'તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યાં છે. હું પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયો હતો જેમાંથી હુમ ઘણો શીખ્યો હતો. હું હજી પણ વધારે લોકોને મદદ કરવાનું વિચારી રહ્યું છું.'
હાલની તણાવભરી સ્થિતિનો સામનો કરવા અંગે જૈકમેને કહ્યું કે, 'આપણે માત્ર એક બીજાની આર્થિક અને શારીરિક સંભાળ ન રાખતાં માનસિક રિતે પણ એર બીજાને મદદ કરવા જોઈએ, અને તેની પ્રાથમિકતા આપવી જોઈએ.'