મુંબઈ: કરોના વાઇરસની મહામારીને કારણે દુનિયા થંભી ગઇ છે. વ્યવસાયથી લઇને મંનોરંજન ઉદ્યોગને પણ લોકડાઉનનો માર પડી રહ્યો છે. આ કઠિન સમયમાં અભિનેતા ઋતિક રોશન લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. વર્તમાન સમયમાં શૂટિંગ રોકવામાં આવ્યુ છે ત્યારે ઋતિક રોશને 100 ડાંસરોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં છે અને તેમને આર્થિક મદદ કરી છે.
ઋતિક રોશને બોલિવૂડના 100 ડાંસરોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં - ઋતિક રોશન
કોરોના વાઇરસના કારણે લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બોલિવૂડ પણ કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તેવા સમયમાં ઋતિક રોશને બોલિવૂડના 100 ડાંસરોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં છે અને તમને મદદ કરી છે.
બોલિવૂડના ડાંસર કોઓર્ડિનેટર રાજ સુરાનીએ જણાવ્યુ કે, ઋતિક રોશને આ કઠિન સમયમાં 100 ડાંસરોને મદદ કરી છે. કે જે તેમના વતન જતા રહ્યાં છે. જેમને તેેમના ઘરનુ ભાડુ પણ આપવુ મુશ્કેલ બની ગયુ છે અને એક ડાંસરના પરિવારમાં એક કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને ઋતિક રોશનની મદદ સમય પર કામ આવી છે.
બેકગ્રાઉન્ડ ડાંસરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ઋતિક રોશને તેમના ખાતામાં પૈસા જમા કર્યા છે. તેથી અમે તેમના આભારી છીએ. સુરાનીએ જણાવ્યું કે, જ્યારથી આ કોરોનાની મહામારીએ કહેર મચાવ્યો છે. તે સમયથી ઋતિક રોશન દાન કરી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને તે ભોજન પુરૂ પાડીને તેમને મદદ કરી રહ્યાં છે.