મુંબઈ: કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન છે, લોકડાઉનનાં 8મા દિવસે ગુરૂવારે મહારાષ્ટ્ર ઑફિસ ઓફ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ તેના ટ્વિટર હેન્ડલ પર હેરી પોટર સંબંધિત મેમે શેર કર્યું હતું. જે લોકોને આ મહામારીથી બચવા માટે ઘરે રહેવાનો સંદેશ આપે છે.
આ પોસ્ટની સાથે સરકારે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સાવચેતીના ભાગરૂપે ઘરની અંદર રહેવાના મહત્વ વિશે લોકોને અવગત કરવાનો પ્રયત્ન કર્યો છે.
ટ્વિટ સાથે PIBએ કેપ્શનમાં લખ્યું, શું તમે જાણો છો કે હેરી પોટર હંમેશાં તેમના ઘરે સલામત રહે છે? હા, વોલ્ડેમોર્ટે ઘરે હતા ત્યારે હેરી પર ક્યારેય હુમલો કર્યો ન હતો. આ મેમેએ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
મનોરંજન ઉદ્યોગના ઘણા મોટા નામ કોરોના વાઈરસ વિશે જાગૃતિ લાવવા માટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વાઈરસને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જણાવ્યું હતું કે, ભારતમાં મંગળવારે કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા 1637 પર પહોંચી છે, જેમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 133 કેસ સારવાર બાદ અસરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.