ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ફ્રેન્ડ્સ રિયુનિયન' શૉનું શૂટિંગ સમરના અંત સુધીમાંં પૂર્ણ થવાની સંભાવના - Friends reunion show

મોસ્ટ અવેઈટેડ શો 'ફ્રેન્ડ્સ રિયુનિયન'નું શૂટિંગ કોરોનાને કારણે અટકી પડ્યું છે. પંરતુ તેના ડાયરેક્ટર બોબ ગ્રીનબ્લાટે કહ્યું કે, ઉનાળાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરવાની ઈચ્છા છે.

Etv Bharat
Friends reunion

By

Published : May 12, 2020, 8:11 PM IST

લોસ એન્જલસ: કોરોના વાયરસ લોકડાઉનને કારણે મોકૂફ રાખવામાં આવેલી મોસ્ટ અવેઇટેડ 'ફ્રેન્ડ્સ રિયુનિયન' શોનું શૂટિંગ ઉનાળાના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

વોર્નરમીડિયા એન્ટરટેઇનમેન્ટના ડિરેક્ટર ચેરમેન બોબ ગ્રીનબ્લાટે જણાવ્યું હતું કે, પ્રોડકશન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે, 'આપણે અગાઉ વિચાર્યું હતું તેમ, શો બે કે ત્રણ મહિના માટે મોકૂફ રાખવામાં આવશે, પરંતુ હવે લાગે છે કે તે લાંબો સમય થશે. અમે ઉનાળાના અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો સ્ટાર્સનો સપોર્ટ મળશે તો જલ્દીથી ફરી પ્રોડક્શન કરી શકીશું.'

વધુમાં તેમણે ઉમેર્યુ કે, હાલ અમે ભવિષ્યનો વિચાર કરી સરળતાથી કામ કરવા ઈચ્છીએ છીએ. જેથી મને લાગે છે કે થોડી રાહ જોવી એ હિતાવહ અને લાભદાયી છે.

જેનીફર એનિસ્ટન, કોર્ટની કોક્સ, લિસા કુદ્રો, મેથ્યુ પેરી, મેટ લેબ્લાન્ક અને ડેવિડ શ્વિમર લગભગ 16 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર 6 મુખ્ય સ્ટાર્સ આ શૉમાં એક સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details