ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહની આખરી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ, વલ્ડ રેકોર્ડ બનાવ્યો - અભિનેત્રી સંજના સાંઘી સુશાંત સિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ યૂટ્યુબ પર જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેલરે યૂટ્યુબ પર લાઈકની બાબતમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ 'એવેન્જર્સ: એન્ડગેમ' અને 'ઇન્ફિનિટી વૉર' ને પણ પાછળ છોડી દીધા છે.

સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થતા વલ્ડ રેકોર્ડ બનાવ્યો
સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થતા વલ્ડ રેકોર્ડ બનાવ્યો

By

Published : Jul 7, 2020, 9:04 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ને લઈને તેના ફેંસ ખૂબ જ ઉત્સાહિત અને ઈમોશનલ છે. આ ફિલ્મનું ટ્રેલર 6 જુલાઈએ રિલીઝ થયું હતું. ટ્રેલરને લોકોએ એટલો પસંદ કર્યું કે, તેમણે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

તેને રિલીઝ થયાના 98 મિનિટમાં જ 1 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. તે જ સમયે, આ ટ્રેલરને 20 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા છે.

આ સાથે જ ટ્રેલર યૂટ્યુબ પર સૌથી વધુ જોવાયેલું ટ્રેલર બની ગયું છે. 24 કલાકની અંદર, આ ટ્રેલરને યૂટ્યુબ પર લગભગ 50 લાખ લાઇક્સ મળી છે, જે સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર' અને 'એવેન્જર્સ: એન્ડગેમ' કરતા પણ વધારે છે. આ બંને ફિલ્મના ટ્રેલર્સને અનુક્રમે 36 લાખ અને 29 લાખ લાઈક્સ મળી છે.

અભિનેત્રી સંજના સાંઘી સુશાંતસિંહ રાજપૂત સાથે મુકેશ છાબરા નિર્દેશિત ફિલ્મ 'દિલ બેચારા' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. અભિનેતા સૈફ અલી ખાન પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસે આ આત્મહત્યાના કેસમાં અત્યાર સુધી 30થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details