ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સુપરમેન' પાત્ર આપનાર હાસ્ય લેખક માર્ટિન પાસ્કોનું 65 વર્ષની વયે નિધન - martin pasko

હાસ્ય લેખક માર્ટિન પાસ્કોનું 65 વર્ષની વયે નિધન થયું છે. 'સુપરમેન' અને 'વન્ડર વુમન' જેવા ડીસી પાત્રો આપનાર લેખકે આજે અંતિમ શ્વાસ લીધા હતાં.

Etv Bharat
martin pasko

By

Published : May 12, 2020, 7:02 PM IST

વોશિંગ્ટનઃ રવિવારે ડીસી કોમિક્સ અને પુસ્તક લખનાર લેખક માર્ટિન પાસ્કોનું 65 વર્ષની વયે નિધન થયું છે. આ અંગે ડીસીના પબ્લિસર પૉલ લેવિટ્ઝે પોતાના ફેલબુક પર પોસ્ટ કરી જાણકારી આપી હતી.

માર્ટિનના નિધન અંગે જણાવતાં પબ્લિસરે કહ્યું હતું કે, 'એમની ખાસ વાત છે કે, તમે એમનું કામ જોશો એટલે એક અલગ જ મજા આવશે, પછી તે કોમિક હોય, કાર્ટુન હોય કે ટીવી શૉ હોય. માર્ટી પાસે કોઈ વસ્તુને સરળ બનાવવાની આવડત હતી.'

જીન ક્લાઉડી રોચકર્ટના રુપમાં જન્મેલા પાસ્કોએ 1972માં કોમિક પબ્લિશ કરવાનું શરૂ કર્યુંં હતું, અને ડીસી માટે તેમણે 1973થી કામ કરવાનું શરૂ કર્યુ હતું.

પહેલી સુપરમેનની કહાની જે તેમણે 'પ્રાઈવેટ લાઈફ ઓફ ક્લાર્ક કેન્ટ'માં લખી હતી. જે 1974માં પબ્લિશ કરવામાં આવી હતી. હજી પણ તે કહાનીનું પાત્ર ફિલ્મ કંપની સાથે જોડાયેલું છે.

કોમિક સિવાય તેમણે સ્ટોરી એડિટર તરીકે પણ કામ કર્યુ હતું. પાસ્કો 'બેટમેનઃ ધ ઓનિમેટેડ સીરિઝ' ના લેખક પણ છે.

ABOUT THE AUTHOR

...view details