ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાયરસથી બચવા માટે સરકારના સૂચનોનું પાલન કરો: હેમા માલિની - સરકારના સૂચનોનું પાલન કરો

અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ટ્વીટ કર્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, આ સમયે આપણે સરકારને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ અને સૂચનાઓનું કડક પાલન કરવું જોઈએ.

કોરોના વાયરસથી બચવા માટે સરકારના સૂચનોનું પાલન કરો: હેમા માલિની
કોરોના વાયરસથી બચવા માટે સરકારના સૂચનોનું પાલન કરો: હેમા માલિની

By

Published : Mar 16, 2020, 7:13 PM IST

મુંબઈ: અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ કોરોના વાયરસના રોગચાળા અંગે ચિંતા વ્યક્ત કરી અને જણવ્યું કે, કોરોના વાયરસ ભારતમાં વાસ્તવિકતા બની ગયો છે. જેમાં 100થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે. આ ખતરનાક રોગને ફેલાતો રોકવા માટે કોઈ રસી અને દવા હજી સુધી શોધાઈ નથી. અમે સરકારને સંપૂર્ણ સહયોગ આપવા અને સૂચનાઓને સખ્ત રીતે પાલન કરવાનો સંકલ્પ કરીએ છીએ.

બીમારીને હરાવો

આ પહેલા પણ અભિનેત્રીએ કોરોના વાયરસના પ્રકોપથી બચવા વિદેશ યાત્રાએ નહીં જવાની વાત જણાવી હતી. હેમા માલિનીએ જણાવ્યું કે, લોકોએ સર્તક રહીને સ્વયંની જાળવણી કરવી જાઇએ. હેમા માલિની સાથે અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ, પરિણીતી ચોપડા અને અન્ય સેલીબ્રીટીઓએ પણ કોરોના વાયરસ વિશેની જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details