વેનિસઃ હૉલીવૂડ સુપરસ્ટાર ટૉમ ક્રૂઝની આગમી ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ-7’નું શૂંટિગ કોરોના વાયરસના કરાણે રોકવું પડ્યું છે. પેરામાઉન્ટ પિક્ચરે સોમવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસને કારણે ટોમ ક્રુઝની મિશન ઇમ્પોસિબલ (એમઆઈ) શ્રેણીની સાતમી ફિલ્મ ઇટાલીમાં બંધ કરવી પડી હતી. ફિલ્મનું શૂટિંગ ત્રણ અઠવાડિયા ઇટાલીમાં થવાનું હતું. જેને હવે પેરામાઉન્ટ સ્ટુડિયોએ મોકૂફ રાખ્યું છે.
ટૉમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલ-7’ પર કોરોનાની અસર, જાણો કેમ? - ટોમ ક્રુઝની મિશન ઇમ્પોસિબલ
ટૉમ ક્રૂઝની આવનાર ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ-7’ની શૂટિંગ ઈટલીમાં થવાની હતી. જેને કોરોના વાયરસને કારણે પેરામાઉન્ટ સ્ટુડિયોએ શૂટિંગ મુલતવી રાખ્યું છે.
ફિલ્મનું શૂટિંગ સોમવારે વેનિસમાં શરૂ થવાની હતી. જ્યાં રવિલારે થનાર બે દિવસીય લૈગૂન સિટી એન્યુઅલ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો. ઈટલીમાં અત્યાર સુધી કોરોના વાયરસના 220 કેસ સામે આવી ચૂક્યાં છે, ત્યારબાદ આ બીમારીને રોકવા માટે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોને બંધ કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના સાતમા ભાગમાં ટોમ ફરી એકવાર ઇથન હન્ટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ સિરીઝ અને ટોમ ક્રુઝના ભારતમાં પણ અગણિત ચાહકો છે અને આ ફિલ્મની રજૂઆતથી ભારતીય ફિલ્મોના વ્યવસાયને પણ અસર થાય છે.
આ વખતે ફિલ્મની રિલીઝ ડેટ 23 જુલાઈ, 2021 રાખવામાં આવી છે. ક્રિસ્ટોફર મેક્વીન દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મમાં ટોમ ફરી એકવાર જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે. નોંધનીય છે કે, ફિલ્મના પહેલાના ભાગના શૂટિંગ દરમિયાન ટોમ ક્રુઝને તેના પગ અને પાંસળી પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.