પેરિસ :ટોમ હેક્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે અને તેમની પત્ની રીટાને કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને હાલ ઓસ્ટ્રેલિયામાં છે. અને તેમના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હોલિવૂડના આ ટૉપના સ્ટારને કોરોના વાયરસ થતા હોલિવૂડમાં કોરોનાનો ખળભળાટ ચોક્કસ પળે વધ્યો છે. અને જાણીતા સ્ટાર્સ આ રોગની ભયાવકતાને લઇને સાવચેત થયા છે.
વધુમાં કોરોના વાયરસ કારણે જે કાન્સ ફેસ્ટિવલમાં દર વર્ષે બોલિવૂડની મોટી મોટી હિરોઇનો તેમનો ફેશનનો જલવો બતાવતી હતી તે પણ મુશ્કેલીમાં પડ્યું છે. 12 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો હતો. જો કે ફ્રાંસમાં યોજાનાર આ ફેસ્ટિવ હવે રદ્દ થાય તેવી સંભાવના ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મોને રજૂ કરવામાં આવે છે. અને અહીં દુનિયાભરના સ્ટાર્સ હાજરી પણ આપે છે.