મુંબઈ: બોલીવૂડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચને દિગ્ગજ હોકી ખેલાડી બલબીરસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિગ બીએ બલબીરસિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
બિગબીએ હોકી ખેલાડી બલબીરસિંહને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી આપી શ્રદ્ધાંજલિ આપી બલબીર સિંહના મોતના સમાચારથી સ્પોર્ટસ જગત ખૂબ જ દુઃખી છે. તેમજ બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના નામે ઘણા ઔતિહાસિક હોકી મેચ અને રેકોર્ડ હતા.
બિગ બીએ ટ્વિટર પર બલબીર સિંહને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું કે, મને મારા શાળાના દિવસો પણ યાદ છે. પોતાના ટ્વિટમાં બલબીર સિંહની તસવીર શેર કરતા અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું કે, મહાન બલબીર સિંહનું નિધન થયું છે.. 1948થી મારી શાળાના દિવસોમાં તેની પ્રતિભા અને હોકીના ક્ષેત્રમાં તેની સિદ્ધિઓ એક મહાન વસ્તુ હતી. એક મહાન ચેમ્પિયન અને ભારતનું ગૌરવ..
બલબીર સિંહનો જન્મ 1 ઓક્ટોબર 1924માં હરીપુર ખાલસામાં થયો હતો. બલબીરસિંહે ભલે આ દુનિયાને અલવિદા કહી દીધી હોય પરંતુ તે રમતગમતના ચાહકોના દિલમાં હંમેશા પોતાનું સ્થાન જાળવી રાખશે.