ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જસ્ટિન બિબરે કર્યો ખુલાસો, 'ભુતકાળમાં પ્રેમ-સંબંધને લઈ બેદરકાર હતો' - લૉસ એંજલિસ ન્યૂઝ

હોલીવૂડ સિંગર જસ્ટિન બિબરે એક ઈન્ટરવ્યુમાં પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સેલેના ગોમેજ અંગે વાત કરી હતી. પોતાના ભુતકાળ વિશે વાત કરતાં બિબરે કહ્યું હતું કે, એ વખતે બ્રેકઅપ બાદ હું ખુબ જ દુઃખી હતો.

justin
justin

By

Published : Feb 17, 2020, 11:55 AM IST

Updated : Feb 17, 2020, 1:12 PM IST

લૉસ એન્જેલસઃ હોલીવૂડ સિંગર જસ્ટિન બિબર ઘણાં વર્ષોથી સિંગર અભિનેત્રી સેલેના ગોમેજને ડેટ કરી રહ્યો હતો. જસ્ટિન બિબરે પોતાના ભુતકાળમાં કરેલી ભૂલો અંગે વાત કરી હતી.

જસ્ટિન બીબરે એક ઈન્ટરવ્યુમાં પોતાના નવા આલ્બમ ચેલેન્જ અંગે વાત કરી હતી. આ સાથે જસ્ટિનને એક રિપોર્ટર દ્વારા પુછવામાં આવ્યું હતું કે, તમો તમારી ગર્લફ્રેન્ડ હેલી સાથે સંબંધ આગળ વધારવા વધારે સમય લીધો હતો.

રિપોર્ટરના આ સવાલ પર જસ્ટિને હેલીને યાદ કરતાં કહ્યું હતું કે, પહેલા અમે ખુબ જ મજા કરતાં હતાં. તે સમયે મેં હેલીને કહ્યું હતું કે, સાંભળ હજી પણ હું ખુબ જ દુઃખી છું. હું મારો રસ્તો શોધી રહ્યો છું, એવામાં હું કોઈ પણ પ્રકારનું વચન આપવા માગતો નથી, હું કંઈ એવું ના કહી શકું કે બાદમાં તે મારાથી ન થઈ શકે.

વધુમાં જસ્ટિને કહ્યું કે, એ સમયે હું મારા પહેલા રિલેશનને લઈ દુઃખી હતો. જસ્ટિન બિબર પહેલાં સેલેના ગોમેજને ડેટ કરતો હતો.

Last Updated : Feb 17, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details