ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આ છે રાજકુમાર રાવનું" દોસ્તાના 2" છોડ્યાનું કારણ... - dostana muvi rivyu

મુંબઈ: રાજકુમારે ખુલાસો કર્યો કે, કયા કારણે તેમણે કરણ જોહરની દોસ્તાના 2ની ઓફર ઠુકરાવી દીધી હતી.

આ કારણે રાજકુમાર રાવે છોડી" દોસ્તાના 2"

By

Published : Oct 16, 2019, 7:32 PM IST

Updated : Oct 16, 2019, 8:54 PM IST

એક્ટર રાજકુમાર રાવને આ સમયે બોલીવુડનો સૈથી ટેલેન્ટેડ એક્ટર માનવમાં આવે છે. ગત ઘણી ફિલ્મોમાં એમના પર્ફોમન્સે આ સાબિત પણ કરીં આપ્યું છે. જોકે. એવું નથી કે, રાજકુમારવ રાવ દરેક ફિલ્મમાં કામ કરીં લે છે. વાત સામે આવી છે કે રાજકુમાર રાવે કરણ જોહરના પ્રોડક્શન વાળી દોસ્તાના 2 માટે ઓફર આવી હતી, પરંતુ એમણે આ ફિલ્મ છોડી દીધી હતી.

સુપરહિટ ફિલ્મ દોસ્તાનાની સીક્વલમાં કાર્તિક આર્યન, જાહ્નવી કપૂર અને ન્યૂકમર લક્ષ્ય લીડ રોલમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં રાજકુમાર રાવે કહ્યું કે, એમણે ખુદ આ ફિલ્મ છોડી દીધી હતી. એમણે આનું કારણ પણ જણાવ્યું. એમણે કહ્યું, કરણ આ સમયે ભારતના શ્રેષ્ઠ ફિલ્મ મેકર્સ છે. મને આશા છે કે ટૂંક સમયમાં હું એમની સાથે કામ કરીશ.

ફિલ્મ છોડવા અંગે રાજકુમારે કહ્યું, પ્રિયંકા ચોપડા સાથે મારી આવનાર ફિલ્મની શૂટિંગ ત્યારે જ થશે જ્યારે દોસ્તાના 2ની શૂટિંગ થશે. જોકે, આની સ્ક્રિપ્ટ ખુબ સારી છે અને આનું ડાયરેક્શન કૉલિન ડિસૂના કરવા જઇ રહ્યા છે જે FTIIમાં મારા ક્લાસમેટ હતા.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં રાજકુમારવ રાવની ફિલ્મ મેડ ઈન ચાઈના રિલીઝ થવા જઇ રહીં છે. આ ફિલ્મમાં એમની સાથે મૌની રોય, બમન ઈરાની અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ જાહ્નવી કપૂરની સાથે ફિલ્મ રૂહી અફજામાં પણ જોવા મળશે. સાથે જ રાજકુમાર રાવે હંસલ મહેતાની ફિલ્મ તુર્રમ ખાં પણ સાઈન કરીં છે, જેમાં એમની સાથે નુસરત ભરૂચા જોવા મળશે.

Last Updated : Oct 16, 2019, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details