- અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને 'ઓમ જય જગદીશ હરે' ગાયું
- લોકોને દિવાળીની પાઠવી શુભેચ્છા
- કેનેડિયન સ્ક્રીન એવોર્ડ અને ગ્રેમી-નામાંકિત મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ ગીતને કમ્પોઝ કર્યું
વૉશિન્ગટન: લોકપ્રિય અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને બુધવારે તેમના અવાજમાં 'ઓમ જય જગદીશ હરે' ગીત રજૂ કર્યું હતું, જેમાં તેમણે દિવાળીની લોકોને શુભેચ્છા પાઠવી હતી. મિલ્બેને કહ્યું કે, 'ઓમ જય જગદીશ હરે' ગીત દુનિયાભરમાં વસેલા ભારતીયો દિવાળીના દિવસે તેમના ઘરે પૂજા કરતી વખતે આ ગીત ગાય છે અને તે સતત મને પ્રભાવિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં મારી રુચિમાં વધારો કરે છે. ”કેનેડિયન સ્ક્રીન એવોર્ડ અને ગ્રેમી-નામાંકિત મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ ગીતને કમ્પોઝ કર્યું છે.
મેરીએ યુટ્યુબ પર વીડિયો કર્યો શેર