સાન ફ્રાન્સિસ્કો:મેટા-માલિકીના (WhatsApp Meta) મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે પુષ્ટિ કરી છે કે તે હવે વપરાશકર્તાઓને સંદેશા મોકલ્યાના બે દિવસ સુધી ડિલીટ કરવાની મંજૂરી આપી રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (WhatsApp announced on Twitter) પર, વોટ્સએપે મોકલેલા સંદેશાને ડિલીટ કરવાના વિકલ્પમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ટૂંક સમયમાં એક નવું ફીચર રિલીઝ કરશે જે ગ્રુપ એડમિન્સને દરેક માટે મેસેજ ડિલીટ કરવાની ક્ષમતા (WhatsApp users delete message in 2 days) આપશે.
આ પણ વાંચો :લિથિયમ-આયન બેટરીના ઉપયોગને લઈને થયો ચોકાવનારો ખૂલાસો, જાણો
યુઝર્સને મોટી રાહત :વ્હોટ્સેપ (WhatsApp) ટૂંક સમયમાં જ યુઝર્સને મોટી રાહત આપવા જઈ રહ્યું છે. જેનાથી યુઝર્સને ભૂલ સુધારવાની વધુ તક મળશે. મંચે ટ્વિટર પર લખ્યું, "તમારા સંદેશ પર પુનઃવિચાર કરી રહ્યાં છો ? તમારા સંદેશને મોકલ્યા પછી તમારી ચેટમાંથી કાઢી નાખવા માટે તમારી પાસે હવે બે દિવસથી વધુ સમય છે."હાલમાં જો તમે ભૂલથી મેસેજ મોકલી દીધો હોય તો તે મેસેજ ડિલીટ કરી શકાય છે. પરંતુ તેની એક શરત છે કે, યુઝર્સને મેસેજ મોકલ્યાના મર્યાદિત સમયગાળામાં વોટ્સેપ મેસેજ ડિલીટ(Message delete) કરવાનો વિકલ્પ મળે છે. વોટ્સેપે મેસેજ ડિલીટ કરવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય આપ્યો છે. આ પછી, વોટેસએપ મેસેજ ડિલીટ કરી શકાશે નહીં. જો કે, ટૂંક સમયમાં જ યુઝર્સને વોટસએપ તરફથી રાહત મળવા જઈ રહી છે. કારણ કે મેટા આ સમયગાળો વધારીને 2 દિવસ કરવા જઈ રહી છે. હવે પછી બે દિવસ પહેલા કોઈ મેસેજ મોકલ્યો હોય તો તેને ડિલીટ કરી શકાશે.