સાન ફ્રાન્સિસ્કો: અપમાનજનક સંદેશાઓને ટાળવા માટે, મેટા-માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ટૂંક સમયમાં એક નવું ફીચર (whatsapp group admin new feature) બહાર પાડશે, જે ગ્રુપ એડમિન્સને દરેક માટે મેસેજ ડિલીટ કરવાની મંજૂરી આપશે. wabteinfo અનુસાર, પ્લેટફોર્મ Google Play બીટા પ્રોગ્રામ દ્વારા એક નવું અપડેટ રજૂ કરી રહ્યું છે, જે 2.222.17.12 સુધીનું વર્ઝન લાવે છે અને ગ્રુપ એડમિનને કોઈપણ માટે ગમે તે સંદેશા હટાવી શકે છે.
ETV Bharat / science-and-technology
શું તમે વોટ્સએપગ્રૂપના એડમિન છો, તો જાણો WHATSAPP અપડેટમાં તમને કઈ સુવિઘા મળશે
જો તમે ગ્રૂપ એડમિન (WhatsApp group admin) છો અને તમે આવનારા મેસેજને ડિલીટ કરવાનો પ્રયાસ કરો છો અને તમને 'ડિલીટ ફોર એવરીવન' (Delete for everyone) વિકલ્પ દેખાય છે, તેનો અર્થ એ છે કે, આ ફીચર WhatsAppમાં (WhatsApp new feature) ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:મેમરી સ્કિલને સુધારવા માટે સ્માર્ટફોન થશે હવે મદદરૂપ
વાંધાજનક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ: રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો તમે ગ્રુપ એડમિન છો અને તમે આવનારા મેસેજને ડિલીટ કરવાનો પ્રયાસ કરો છો અને તમને 'ડિલીટ ફોર એવરીવન' (Delete for everyone) વિકલ્પ દેખાય છે. તો તેનો અર્થ એ છે કે, આ સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે તમે બીજા જૂથના સહભાગી દ્વારા દરેકને મોકલેલ સંદેશ કાઢી નાખો છો, ત્યારે અન્ય લોકો હંમેશા જોઈ શકે છે કે તમે સંદેશ કાઢી નાખ્યો છે કારણ કે, તમારું નામ ચેટ બબલમાં (whatsapp privacy feature) દેખાય છે. તાજેતરમાં, પ્લેટફોર્મે નવા IT નિયમો, 2021 ના પાલનમાં જૂન મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે મે મહિનામાં દેશમાં 19 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મને જૂનમાં દેશમાં 632 ફરિયાદો મળી હતી અને 'એક્શન' સાથે 64 એકાઉન્ટ્સ હતા.