સાન ફ્રાન્સિસ્કો: મેટાએ જાહેરાત કરી છે કે, તેનું મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp (whatsapp new feature) 5 દેશમાં યલો પેજીસ શૈલીની બિઝનેસ (WhatsApp Business) ડિરેક્ટરી શરૂ કરી રહ્યું છે. ધ વર્જના રિપોર્ટ અનુસાર આ ફીચર બ્રાઝિલ, યુકે, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને કોલંબિયામાં શરૂ થશે. કંપનીના જણાવ્યા અનુસાર નવી સુવિધા યુઝર્સને સીધી સેવાઓ પર સંપર્ક કરી શકાય તેવી કંપનીઓ શોધવા અથવા મુસાફરી અથવા બેંકિંગ જેવા વ્યવસાયના પ્રકારો માટે બ્રાઉઝ કરવામાં મદદ કરશે.
વ્હોટ્સેપ ન્યૂ ફિચર: 5 દેશમાં WhatsAppબિઝનેસ પ્લેટફોર્મ માટે સાઇન અપ કરનારા તમામ યુઝર્સ ડિરેક્ટરીમાં પ્રદર્શિત થશે. બ્રાઝિલમાં ડિરેક્ટરી નાના વ્યવસાયો માટે પણ ખુલ્લી રહેશે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું, "જ્યારે બ્રાઝિલમાં લાખો વ્યવસાયો ચેટ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. ત્યારે અમે એવા વ્યવસાયોને શોધવા અથવા ખરીદવાનું સરળ બનાવ્યું છે, જ્યાં લોકોને વર્ક અરાઉન્ડનો ઉપયોગ કરવો પડતો હતો. અહીં અંતિમ ધ્યેય તેને બનાવવાનું છે જેથી કરીને એક જ WhatsApp ચેટમાં બિઝનેસમાંથી કંઈક (બ્રાન્ડ અથવા નાના વ્યવસાય) શોધી, મેસેજ અને ખરીદી કરી શકો."