સાન ફ્રાન્સિસ્કો: મેટા માલિકીવાળી WhatsAppએ ગુરુવારે યુઝર્સ માટે સારા એન્ડ ટુ એન્ડ કોમર્સ અનુભવ માટે નવી સુવિધાઓની જાહેરાત (whatsapp new feature) કરી છે. આનાથી તેમને તેમની મનપસંદ બ્રાન્ડ્સ સાથે જોડવામાં તેમજ પ્લેટફોર્મ પર નવી વસ્તુઓ શોધવામાં મદદ મળશે. બ્રાઝિલમાં પ્રથમવાર વોટ્સએપ બિઝનેસ સમિટમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગે વાત કરી કે, કંપની લોકોને WhatsApp પર બિઝનેસમાંથી (whatsapp business accounts) કંઈક શોધવા, મેસેજ કરવા અને ખરીદવામાં મદદ કરવા માટે શું બનાવી રહી છે. તેના પર એક અપડેટ શેર કરી છે.
વ્હોટ્સેપ ન્યૂ ફિચર: મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, લોકો WhatsApp પર કેટેગરીની સૂચિ બ્રાઉઝ કરીને અથવા નામ લખીને બ્રાન્ડ અથવા નાના વ્યવસાયને શોધી શકે છે. આ લોકોને વેબસાઇટ્સ પરથી ફોન નંબર સર્ચ કરવાથી બચાવશે. સરળતાથી કોઈ વ્યવસાય સાથે ચેટ શરૂ કરી શકો છો. આ ઉપરાંત જો તમે તેમની પાસેથી કંઈક ખરીદી કરવા માંગતા હો, તો તમે તે ચેટમાં પણ કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કેટલાક ભાગીદારો અમારી સાથે સક્રિયપણે ચૂકવણીનું પરીક્ષણ કરી રહ્યા છે. જેથી અમે બ્રાઝિલમાં વધુ લોકો અને વ્યવસાયો સુધી આ ક્ષમતા લાવી શકીએ. શરૂઆત કરવા માટે કંપની બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં વ્યવસાયો શોધવાની ક્ષમતા લાવી રહી છે. બ્રાઝિલમાં લોકોને નાના વ્યવસાયો શોધવામાં પણ મદદ કરશે.