ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, વીડિયો ગેમ બની શકે છે જીવલેણ

ઘણા રીસર્ચમાં એ વાત સામે આવી છે કે વીડિયો ગેમ્સ (Video Games) આપણા માટે નુકશાન છે. જો આ વ્યસન બની જાય (video game addiction) અને આપણી રોજીંદી પ્રવૃત્તિઓમાં અવરોધ આવવા લાગે તો સમજો કે આ એક રોગ છે. વીડિયો ગેમ્સ અને બાળકોના સ્વાસ્થ્ય પર તેની અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

Etv Bharatસ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, વીડિયો ગેમ બની શકે છે જીવલેણ
સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, વીડિયો ગેમ બની શકે છે જીવલેણ

By

Published : Oct 17, 2022, 12:12 PM IST

Updated : Oct 17, 2022, 12:34 PM IST

ન્યૂઝ ડેસ્ક: ઘણા રીસર્ચમાં એ વાત સામે આવી છે કે, વીડિયો ગેમ્સ (Video Games) આપણા માટે નુકશાન છે. જો આ વ્યસન બની જાય (video game addiction) અને આપણી રોજીંદી પ્રવૃત્તિઓમાં અવરોધ આવવા લાગે તો સમજો કે આ એક રોગ છે.

વીડિયો ગેમની લત:લગભગ દરેક બાળકને વીડિયો ગેમ રમવાનું પસંદ છે. આપણમાંથી ઘણા બધા હંશે જેમણે બાળપણમાં વીડિયો ગેમ રમી હંશે. વીડિયો ગેમ્સ બાળકોના માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ તેનું વ્યસન જોખમી સાબિત થઈ શકે છે. વીડિયો ગેમ્સ પર તાજેતરમાં થયેલ એક અભ્યાસ તમારા હોંશ ઉડાવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા અક અભ્યાસમાં સામે આવ્યું છે કે, વીડિયો ગેમની લત તમારા બાળકોને હાર્ટ પેશન્ટ બનાવી શકે છે. એટલું જ નહીં તે તમારા બાળકોના જીવન માટે ખતરો બની શકે છે.

ચિંતાજનક પરિણામો:વીડિયો ગેમ્સ અને બાળકોના સ્વાસ્થ્ય પર તેની અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં ઘણાં ચિંતાજનક પરિણામો આવ્યા છે. અભ્યાસ અનુસાર વીડિયો ગેમ્સમાં બતાવવામાં આવેલા ખતરનાક સ્ટંટ દરમ્યાન બળકોના હાર્ટ રેટ ખૂબ જ ઝડપથી વધે છે અને ઘટે છે.

હાર્ટ હેલ્થનું અધ્યયન: હાલમાં જ હાર્ટ હેલ્થ પર પ્રકાશિત થયેલા જર્નલ હાર્ટ રિધમમાં એ બાળકો પર થયેલું રીસર્ચ પ્રકાશિત થયું જે બાળકો વીડિયો ગેમ રમતા બેભાન થઈ ગયા હતા. આ રીસર્ચમાં કો ઓસ્ટ્રેલિયાના ધ હાર્ટ સેન્ટર ફોર ચિલ્ડ્રનના સ્ટડી પ્રમુખ ક્લેયર એમ લોલીએ લીડ કર્યુ હતું. આ રીસર્ચમાં એ 22 બાળકોની હાર્ટ હેલ્થનું ઉંડાણ પૂર્વક અધ્યયન કર્યું જે, ઈલેક્ટ્રોનિક વીડિયો ગેમ સ્ટંટ અને વોર ગેમ રમતા બેભાન થઈ ગયા હતા.

''સંશોધન દરમિયાન તેમને એવા કિસ્સોઓ પણ મળ્યા જેમાં બાળકો મલ્ટિપ્લેયર વોર ગેમિંગ રમતા મૃત્યુ પામ્યા હતા. વીડિયો ગેમ્સ રમતી વખતે ગંભીર ગભરાટ અને શ્વાસની તકલીફ હોય તો બાળકને તરત જ હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ.''--ડૉ. ક્લેયર એમ લોલી

''જો તમે નિશ્ચિત સમય માટે વિડિયો ગેમ્સ રમો છો તો તે એકાગ્રતાનો સમયગાળો વધારવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે તમારા ફ્રી ટાઈમમાં ગેમ રમી રહ્યા છો અને તેનાથી તમારું કોઈ કામ અટકતું નથી, તો તે ફાયદાકારક છે. વિડિયો ગેમ્સ ડિજિટલ વ્યસન છે અથવા હિંસક ગુનાઓ માટે જવાબદાર છે એમ કહીને બાળકોને ડરાવું જોઈએ નહીં. તેમને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવું જોઈએ.''--ડો.હેનરીએટા

Last Updated : Oct 17, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details