ન્યુઝ ડેસ્ક: વર્ષ 2021માં એપલે તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન, iPhonesની નવી સિરીઝ, iPhone 13 લૉન્ચ કર્યો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. તાજેતરમાં, iPhone 13ના કેટલાક વપરાશકર્તાઓ તેમના ફોનમાં એક વિચિત્ર સમસ્યા (iPhone pink screen problem)નો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના ફોનની સ્ક્રીન અચાનક ગુલાબી અથવા જાંબલી રંગની થઈ ગઈ છે. આનાથી નારાજ યુઝર્સે એપલને ફરિયાદ (User complain to iPhone) પણ કરી છે.
સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી
Apple Insider ના અહેવાલ મુજબ, તાજેતરમાં, iPhone 13 ના ઘણા વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનની સ્ક્રીનમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી અથવા જાંબલી થઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેનો iPhone લોક થયા બાદ ગુલાબી સ્ક્રીન બતાવે છે.
એવું શું છે જે યુઝર્સને પરેશાન કરી રહ્યું
રિપોર્ટ અનુસાર, આમાં એવું શું છે જે યુઝર્સને પરેશાન કરી રહ્યું છે, પરંતુ તેને સરખુ કરી શકાય છે. કેટલાક વપરાશકર્તાઓના મતે, આઇફોનના સેટિંગ્સને રીસેટ કરવાથી સમસ્યા હલ થાય છે, જ્યારે અન્ય લોકો કહે છે કે, તેઓએ Appleનો સંપર્ક કર્યો અને તેમનો હેન્ડસેટ બદલ્યો. Moidriversના રિપોર્ટ અનુસાર ચીનના યુઝર્સ ફોનની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એવું લાગે છે કે, Apple પહેલાથી જ આ સમસ્યાથી વાકેફ છે.