ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

નાણાં મંત્રાલયે કરી UPIને લગતી આ મહત્વની જાહેરાત

ભારત સરકાર UPI સેવાઓ પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. UPI ટ્રાન્ઝેક્શનમાં સર્વિસ ચાર્જ વહન થવાની શક્યતા હોવાના ઓનલાઈન પ્રસારિત થયેલા અહેવાલો પછી નાણા મંત્રાલયે રવિવારે આ સમાચારને નકારી કાઢ્યા હતા. Government of India, charges on UPI services, finance ministry, UPI transactions

નાણાં મંત્રાલયે કરી UPIને લગતી આ મહત્વની જાહેરાત
નાણાં મંત્રાલયે કરી UPIને લગતી આ મહત્વની જાહેરાત

By

Published : Aug 22, 2022, 11:03 AM IST

નવી દિલ્હી ભારત સરકાર UPI સેવાઓ (Unified Payments Interface) પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. UPI ટ્રાન્ઝેક્શનમાં (UPI transactions) સર્વિસ ચાર્જ વહન થવાની શક્યતા હોવાના ઓનલાઈન પ્રસારિત થયેલા અહેવાલો પછી નાણા મંત્રાલયે રવિવારે આ સમાચારને નકારી કાઢ્યા હતા. એક ટ્વિટમાં નાણા મંત્રાલયે કહ્યું કે, UPI ફ્રી રહેશે.

આ પણ વાંચો60 મિલિયન વર્ષોના ગ્લોબલ વોર્મિંગને કારણે સરિસૃપોમાં થયો વધારો

નરેન્દ્ર મોદી ટ્વિટ UPI એ જાહેર જનતા માટે અપાર સગવડ અને અર્થતંત્ર માટે ઉત્પાદકતા લાભો સાથેનું એક ડિજિટલ પબ્લિક ગુડ છે. UPI સેવાઓ (UPI services) માટે કોઈ ચાર્જ વસૂલવા માટે સરકારમાં કોઈ વિચારણા નથી. ખર્ચ વસૂલાત માટે સેવા પ્રદાતાઓની ચિંતાઓને અન્ય માધ્યમો દ્વારા પૂરી કરવી પડશે. 'સરકારે ગયા વર્ષે #DigitalPayment ઇકોસિસ્ટમ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી અને #DigitalPayments ને વધુ અપનાવવા ઉપરાંત આર્થિક અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ એવા પેમેન્ટ પ્લેટફોર્મના પ્રમોશનને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચોઆઇફોન VPN એપ્લિકેશનની સુરક્ષા પર ધેરાયા જોખમના વાદળ

UPI ટ્રાન્ઝેક્શન 6 બિલિયનને પારઆ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શન 6 બિલિયનને પાર જવાની પ્રશંસા કરી હતી. 'આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. તે નવી તકનીકોને અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવા માટે ભારતના લોકોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોવિડ-19 રોગચાળા (COVID-19 pandemic) દરમિયાન ડિજિટલ ચૂકવણી ખાસ કરીને મદદરૂપ હતી, મોદીએ ટ્વિટ કર્યું હતું. જુલાઈમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ હતી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, UPI એ રૂ. 10.62 ટ્રિલિયનની રકમના 6.28 અબજ વ્યવહારો નોંધ્યા હતા

ABOUT THE AUTHOR

...view details