લોસ એન્જલ્સ(US):ટ્વીટરની નવી વેરિફિકેશન સિસ્ટમના રંગો હવે સાઈટ પર દેખાઈ રહ્યા છે. સરકારી અધિકારીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના ટ્વિટર એકાઉન્ટના નામ પર હવે ગ્રે ટિક(Twitter's grey verification mark for government officials) દેખાઈ રહ્યા છે. આ વસ્તુ પહેલાથી જ કેટલીક પ્રોફાઇલ પર દેખાઈ ચુકી છે. જ્યારે તે હજી પણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી, હાલમાં તે પીએમ મોદી(PM Modi's verification mark changed) અને યુએસ પ્રમુખ જો બિડેન સહિત માત્ર કેટલાક એકાઉન્ટ્સ પર જ દેખાય છે. (PM Modis Twitter account Tick change )
ત્રણ વર્ગોમાં વિભાજિત રંગ:13 ડિસેમ્બરે ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર(Twitter changes verification policy) કર્યો છે. સીઈઓ એલોન મસ્કે ટ્વિટર પર જ તેમની નવી વેરિફિકેશન સિસ્ટમની જાહેરાત કરી હતી. સ્પેસએક્સ અને ટ્વિટરના માલિક મસ્કએ કહ્યું હતું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકારી એકાઉન્ટ્સ માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિક હશે. આ સાથે, તમામ વેરિફાઇડ એકાઉન્ટ્સને મેન્યુઅલી પ્રમાણિત કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:રશિયન સ્પેસ કેપ્સ્યુલમાં લીકેજ, સોયુઝનું ઝડપી કરી શકે છે લોન્ચિંગ