ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ટ્વિટર પરથી તમારા ફોલોઅર્સ ઘટશે, મસ્કે કર્યો નવો ઈશારો - માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ

ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ ગુરુવારે જણાવ્યું હતું કે, માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે (Micro blogging platform) ઘણા બધા સ્પામ અને સ્કેમ એકાઉન્ટ્સને સફાઈ (ઘટાડો) કરવાનું શરૂ કર્યું (Twitter will reduce your followers Soon) છે.

ટ્વિટર પરથી તમારા ફોલોઅર્સ ઘટશે, મસ્કે કર્યો નવો ઈશારો
ટ્વિટર પરથી તમારા ફોલોઅર્સ ઘટશે, મસ્કે કર્યો નવો ઈશારો

By

Published : Dec 1, 2022, 4:53 PM IST

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક ગુરુવારે જણાવ્યું હતું કે, 'યુઝર્સ તેમના ફોલોઅર્સ (Twitter will reduce your followers Soon)ની સંખ્યામાં "કાઉન્ટ ડ્રોપ" જોઈ શકે છે. કારણ કે, માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે (Micro blogging platform) ઘણા બધા સ્પામ અને સ્કેમ એકાઉન્ટ્સ "સફાઈ" કરવાનું શરૂ કર્યું છે.'' તેણે ટ્વીટ કર્યું, "ટ્વિટર અત્યારે ઘણા બધા સ્પામ અને સ્કેમ એકાઉન્ટ્સ દૂર કરી રહ્યું છે. તેથી તમે તમારા ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો જોઈ શકો છો."

યુઝર્સની ટિપ્પણી: મસ્કની ક્રિયા પર ઘણા યુઝર્સે તેમના મંતવ્યો વ્યક્ત કર્યા છે. જ્યારે એક યુઝર્સે ટિપ્પણી કરી, "યાર મારા બધા ફોલોઅર્સ જેવા માણસ છે", બીજાએ કહ્યું, "અલબત્ત. પરંતુ તે ફોલોઅર્સ ગુમાવવાનું સારું છે કે, જેઓ ખરેખર ક્યારેય ફોલોવર્સ ન હતા."

ટ્વિટર પરથી ફોલોઅર્સ ઘટશે:ટ્વિટર એક્વિઝિશન પહેલા મસ્કે આ વર્ષે એપ્રિલમાં દાવો કર્યો હતો કે, તે માઇક્રો બ્લોગિંગ પરના 'સ્પામ બોટ્સ'ને ખતમ કરશે. તેમણે ટ્વિટ કર્યું, "જો અમારી ટ્વિટર બિડ સફળ થશે, તો અમે સ્પામ બૉટ્સને ઘટાડવા અથવા દૂર કરવાનો પ્રયાસ કરીશું." તે સમય સુધી ટ્વિટરે કહ્યું હતું કે, તેના પ્લેટફોર્મ પર 5 ટકાથી ઓછા એકાઉન્ટ્સ નકલી હોઈ શકે છે.

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ: મસ્કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને તેના યુઝર બેઝની સંખ્યા પર પ્લેટફોર્મના દાવા સાચા છે કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું હતું. જ્યારે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે તેની SEC ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેના મુદ્રીકરણ કરી શકાય તેવા દૈનિક સક્રિય યઝર્સ (MDAUs)માંથી 5 ટકાથી ઓછા નકલી એકાઉન્ટ્સ હતા. મસ્કનું માનવું હતું કે, બૉટોની સંખ્યા 4 ગણી વધારે છે.

ABOUT THE AUTHOR

...view details