ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ટ્વિટરે આ કારણોસર વધારી છે શબ્દ મર્યાદા, યુઝર્સે આપ્યા ફની રિએક્શન - ટ્વીટ અક્ષર મર્યાદા 280 થી વધારીને 4000 કરાઈ

માઇક્રો અને બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter new update) ટ્વિટ માટે અક્ષર મર્યાદા 280 થી વધારીને 4,000 કરશે. આ વાતની પુષ્ટિ ખુદ ટ્વિટરના CEO ઈલોન મસ્કે કરી (elon musk twitter) છે. કમ્યુનિટી નોટ્સનો ઉદ્દેશ્ય લોકોને ભ્રામક ટ્વીટ્સમાં સહયોગી રીતે સંદર્ભ ઉમેરવા માટે સશક્તિકરણ કરીને Twitterને વધુ સારી દુનિયા બનાવવાનો છે.

ટ્વિટરે આ કારણોસર વધારી છે શબ્દ મર્યાદા, યુઝર્સે આપ્યા ફની રિએક્શન
ટ્વિટરે આ કારણોસર વધારી છે શબ્દ મર્યાદા, યુઝર્સે આપ્યા ફની રિએક્શન

By

Published : Dec 13, 2022, 12:51 PM IST

સાન ફ્રાન્સિસ્કોઃ માઇક્રો અને બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter new update) ટ્વિટ માટે અક્ષર મર્યાદા 280 થી વધારીને 4,000 કરશે. આ વાતની પુષ્ટિ ખુદ ટ્વિટરના CEO ઈલોન મસ્કે કરી (elon musk twitter) છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક યજર્સે મસ્કને પૂછ્યું, "એલન, શું તે સાચું છે કે ટ્વિટર 280 થી 4000 અક્ષરો વધારવા માટે તૈયાર છે ?" આના પર ટ્વિટરના CEOએલોનમસ્કે જવાબ આપ્યો, 'હા'. મસ્કની પોસ્ટ પર ઘણા યુઝર્સે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.

યુઝર્સે કરી ટિપ્પણી: એક યુઝરે કહ્યું, "આ એક મોટી ભૂલ હશે. ટ્વિટરનો ઉદ્દેશ્ય ઝડપી સમાચાર આપવાનો છે. જો આવું થાય તો ઘણી બધી વાસ્તવિક માહિતી ખોવાઈ જાય છે." બીજાએ ટિપ્પણી કરી, "4000 ? આ એક નિબંધ છે, ટ્વીટ નથી." બીજી તરફ ટ્વિટરે રવિવારે વૈશ્વિક સ્તરે તમામ વપરાશકર્તાઓ માટે 'કમ્યુનિટી નોટ્સ' રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર "કમ્યુનિટી નોટ્સનો ઉદ્દેશ્ય લોકોને ભ્રામક ટ્વીટ્સમાં સહયોગી રીતે સંદર્ભ ઉમેરવા માટે સશક્તિકરણ કરીને Twitterને વધુ સારી દુનિયા બનાવવાનો છે."

ટ્વિટરના CEO એલન મસ્ક: "કોન્ટ્રીબ્યુટર્સ કોઈપણ ટ્વીટ પર નોંધો છોડી શકે છે અને જો વિવિધ દ્રષ્ટિકોણથી પર્યાપ્ત યોગદાનકર્તાઓ તેને મદદરૂપ તરીકે નોંધે છે, તો નોંધ ટ્વિટ પર સાર્વજનિક રીતે બતાવવામાં આવશે." આ ઉપરાંત મસ્કે સોમવારે માઇક્રો અને બ્લોગિંગ પ્લેટફોર્મ પરના તમામ બોટ્સને તેના પર હુમલો કરવા કહ્યું. તેમણે લખ્યું, "તમામ બૉટો અને સ્પામને હું કહું છું, કૃપા કરીને મારા પર હુમલો કરો!"

ABOUT THE AUTHOR

...view details