- ટ્વિટરે આઈઓએસ, એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ પ્લેટફોર્મ પર બર્ડવોચ નોટ્સ શરૂ કરી
- પ્રોગ્રામનું પાઈલટ વર્ઝન જાન્યુઆરીમાં USમાં કેટલાક યુઝર્સ સાથે લોન્ચ કરાયું હતું
- આ સુવિધાનો લાભ તે જ યુઝર્સને મળશે, જે અત્યારે બર્ડવોચમાં ભાગ લઈ રહ્યા છે
સેન ફ્રાન્સિસ્કોઃ ટ્વિટરે જાહેરાત કરી છે કે, તેણે આઈઓએસ, એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ પ્લેટફોર્મ માટે બર્ડવોચ નોટ્સ શરૂ કરી છે. આનાથી યુઝર્સ ફેક ન્યૂઝ અને ખોટી જાણકારીઓ અંગે જાણી શકે છે. આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે અમેરિકામાં કેટલાક પસંદગીના યુઝર્સ માટે આ વર્ષે જાન્યુઆરીમાં પ્રોગ્રામના પાઈલટ વર્ઝનને શરૂ લોન્ચ કર્યો હતો.
આ પણ વાંચો-માઇક્રોસોફ્ટ લાઇટ વેટ વિન્ડોઝ 10X લોન્ચ નહી કરે
એન્ડ્રોઈડ કે આઈઓએસ પર ટ્વિટરના પેજ પર બર્ડવોચ નોટ્સ દેખાશે
કંપનીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, જ્યારે તમે એન્ડ્રોઈડ કે આઈઓએસ પર ટ્વિટરના પેજ પર જશો. તો તમને બર્ડવોચ નોટ્સ જોવા મળશે. આ કોઈ ટ્વિટ પર એક કાર્ડ રીતે જોવા મળશે. હાલમાં આ ફિચર માત્ર પાઈલટ પાર્ટિસિપન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો-વનપ્લસે સ્માર્ટ ટીવી વાઈ સિરીઝ 101ને લોન્ચ કર્યું, શરૂઆતી કિંમત 21,999 રૂપિયા હશે
બર્ડવોચનો ઉદ્દેશ ટ્વિટ્સમાં સહાયક સંદર્ભને જોડીને લોકોને સૂચિત કરતા રહેવામાં મદદ કરવાનો છે
બર્ડવોચનો ઉદ્દેશ ટ્વિટ્સમાં સહાયક સંદર્ભને જોડીને લોકોને સૂચિત કરતા રહેવામાં મદદ કરવાનું છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આ સુવિધાનો લાભ એ જ યુઝર્સને મળશે, જે હાલમાં બર્ડવોચમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ યુઝર્સ વધુ સરળતાથી સૌથી ઉપયોગી નોટ્સની ઓળખ અને મૂલ્યાંકન કરી શકે છે. ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે, આ નોટ્સને જાણી જોઈને ટ્વિટરથી અલગ રાખવામાં આવી રહી છે. બર્ડવોચને બનાવતા સમયે અમે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે, આ એવા સંદર્ભને જોડશે, જે લોકોને સાચી જાણકારી આપે અને તેનાથી લોકોનો વિશ્વાસ મેળવી શકાય. બધુ મળીને જોઈએ તો ભ્રામક અને ખોટી સૂચનાઓ પર એક પ્રકારથી કન્ટ્રોલ મેળવવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવામા આવ્યો છે.