સાન ફ્રાન્સિસ્કો: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર (Micro Blogging Site Twitter) વિશ્વભરમાં તેના પ્રાયોગિક ડાઉનવોટ પરીક્ષણનું વિસ્તરણ કરી રહ્યું છે. કંપનીએ કહ્યું કે તેઓ પરીક્ષણ કરી રહ્યા છે (Twitter expands its downvote test worldwide) કે, તે જવાબો પર ડાઉનવોટિંગનો ઉપયોગ કરીને ટ્વિટ્સમાં સૌથી વધુ સુસંગત જવાબો કેવી રીતે લાવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આનાથી યુઝર્સને ટ્વિટ પર આપવામાં આવેલા જવાબોને અપવોટ અને ડાઉનવોટ કરવા સક્ષમ (Twitter Testing on Downvote) બનાવશે.
આ પણ વાંચો-Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3
અમે જે શીખ્યા તે શેર કરવા માગીએ છીએઃ ટ્વિટર
કંપનીએ ટ્વિટ કર્યું હતું કે, જે રીતે અમે એક વૈશ્વિક દર્શકો માટે પ્રયોગનું વિસ્તરણ કરી (Twitter expands its Downvote Test Worldwide) રહ્યા છીએ. અમે અત્યાર સુધી જે શીખ્યા છીએ. તે થોડું શેર કરવા માગીએ છીએ. કંપનીએ કહ્યું હતું કે, અમે તે જવાબોના પ્રકારો અંગે ઘણું શીખ્યા છીએ, જે તમને પ્રાસંગિક નથી લાગતા અને અમે આ પરીક્ષણનું વિસ્તરણ કરી રહ્યા (Twitter expands its Downvote Test Worldwide) છીએ. વેબ પર તમારામાંથી મોટા ભાગના લોકો અને ટૂંક જ સમયમાં આઈઓએસ અને એન્ડ્રોઈડ પાસે જવાબ ડાઉનવોટિંગનો ઉપયોગ કરવાનો વિકલ્પ (Twitter Testing on Downvote) હશે.
આ પણ વાંચો-WhatsApp પર ડિલીટ ફોર એવરીવન કરવા માટે વધુ સમય મળશે, મેસેન્જરની જેમ નવા ઈમોજી ઉપલબ્ધ થશે
ટ્વિટરના અધિકારીએ આપી માહિતી
કંપનીએ વધુમાં કહ્યું હતું કે, ડાઉનવોટ્સ સાર્વજનિક નથી, પરંતુ તે માઈક્રો બ્લોગિંગ સાઈટ (Micro Blogging Site Twitter) પર તે સામગ્રી (કન્ટેન્ટ)ની જાણકારી આપવામાં મદદ કરશે, જે લોકો જોવા માગે છે. ટ્વિટરે પહેલા પ્રતિક્રિયાઓ જેવા વિચારોની સાથે પ્રયોગ કર્યો હતો, જે ફેસબુક દ્વારા પોતાની પોસ્ટ માટે ઉપયોગ કરવામાં આવનારી ઈમોજી પ્રતિક્રિયાઓની નકલ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું હતું. નવેમ્બર 2020માં એક ટ્વિટરના અધિકારીએ કહ્યું હતું કે, કંપની એક નાપસંદ (ડિસલાઈક) બટન કે ડાઉનવોટ ક્ષમતાની તપાસ કરી (Twitter expands its Downvote Test Worldwide)રહી છે.