નવી દિલ્હી:તેના પ્લેટફોર્મ પર અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને સેન્સર કરીને, એલોન મસ્કની માલિકીની ટ્વિટરે રવિવારે જાહેરાત કરી કે, તે હવે યુઝર્સને Facebook, Instagram, Mastodon, Truth Social, Tribal, Nostra અને અન્ય પ્લેટફોર્મ તેમની હાજરી જાહેર કરવા મંજુરી આપશે (Banned By Twitter) નહિં.
ETV Bharat / science-and-technology
હવે ટ્વિટર પર આ કામ નહીં કરી શકો, આ કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ - ટ્વિટર ઓફિશિયલ લેબલ
ટ્વિટરે કહ્યું કે જો કે, તે ઓળખે છે કે તેના ઘણા યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય (Banned By Twitter) છે. તે હવે ટ્વિટર પર અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મફત પ્રમોશનને મંજૂરી આપશે (free promotion ban on Twitter) નહીં.
ટ્વિટર પર મફત પ્રમોશન પ્રતિબંધ: ટ્વિટરે કહ્યું કે, જો કે તે ઓળખે છે કે તેના ઘણા યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. વધુમાં જણાવ્યું કે, "અમે હવે ટ્વિટર પર અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મફત પ્રમોશનને મંજૂરી આપીશું નહીં." કંપનીએ જણાવ્યું હતું કે, તે અન્ય સામાજિક પ્લેટફોર્મ અને સામગ્રીને પ્રોત્સાહન આપવાના હેતુસર બનાવેલા એકાઉન્ટ્સને દૂર કરશે. જેમાં Facebook, Instagram, Mastodon, Truth Social, Tribal, Nostra અને Post જેવા પ્લેટફોર્મ માટે લિંક્સ અથવા યુઝર્સ નામોનો સમાવેશ થાય છે.
ટ્વિટર દ્વારા પ્રતિબંધિત:ટ્વિટર હજુ પણ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રીને ક્રોસ પોસ્ટ કરવાની મંજૂરી આપશે. કંપનીએ કહ્યું, "ઉપર સૂચિબદ્ધ ન હોય તેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લિંક્સ અથવા યુઝર્સ નામ પોસ્ટ કરવા પણ આ નીતિનું ઉલ્લંઘન નથી." ટ્વિટરે કહ્યું કે, તે એવા એકાઉન્ટ્સ સામે પગલાં લેશે જે ટ્વીટ લેવલ અને એકાઉન્ટ લેવલ પર આ નીતિનું ઉલ્લંઘન કરે છે. આનો અર્થ એ છે કે, યુઝર્સ હવે તેમના Twitter બાયોમાં અન્ય સામાજિક નેટવર્ક્સ પર તેમની પ્રોફાઇલ્સની લિંક્સ શામેલ કરી શકશે નહીં.