હૈદરાબાદ: જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી (George Washington University Researchers)ના સંશોધકોએ નાઈટ્રોજન ડાયોક્સાઈડ અથવા NO2ની જમીનની સાંદ્રતાનો અભ્યાસ (Study of NO2 soil concentration) કર્યો - એક પ્રદૂષક જે ટેલપાઈપ વાહન ઉત્સર્જન, પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક સ્થળોમાંથી આવે છે. તેમણે 13,000થી વધુ શહેરોમાં 2000થી 2019 સુધી બાળકોમાં વિકસિત અસ્થમાના નવા કેસો (New cases of asthma in children)ને ટ્રેક કર્યા.
શહેરી વિસ્તારોમાં વધારે સમસ્યા
સુસાન એનનબર્ગ, લેખના સહ-મુખ્ય લેખક અને યુનિવર્સિટીમાં પર્યાવરણીય અને વ્યવસાયિક આરોગ્યના પ્રોફેસરે જણાવ્યું હતું કે, "અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બાળકોનેઅસ્થમા (Nitrogen dioxide asthma)ના વિકાસના જોખમમાં મૂકે છે અને આ સમસ્યા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તીવ્ર છે. "
2019માં 1.85 મિલિયન અસ્થમાના કેસો
તેણીએ ઉમેર્યું કે, "નિષ્કર્ષો સૂચવે છે કે સ્વચ્છ હવા બાળકોને સ્વસ્થ રાખવાની વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ હોવી જોઈએ." લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલ (The lancet planetary health journal report)માં પ્રકાશિત થયેલા તારણો દર્શાવે છે કે, 2019માં વૈશ્વિક સ્તરે NO2ના કારણે અંદાજિત 1.85 મિલિયન નવા બાળકોનાઅસ્થમાના કેસો (Cases of pediatric asthma in 2019)માંથી 2 તૃતીયાંશ શહેરી વિસ્તારોમાં જોવા મળ્યા હતા.
અસ્થમાના કેસો આફ્રિકા અને દક્ષિણ એશિયા માટે બોજો બન્યા
યુરોપ અને અમેરિકામાં હવાની ગુણવત્તા (air quality in america)માં સુધારો થયો હોવા છતાં દક્ષિણ એશિયા (air quality in south asia), સબ-સહારન આફ્રિકન અને મધ્ય પૂર્વમાં ગંદી હવા અને ખાસ કરીને NO2 પ્રદૂષણ વધી રહ્યું છે. NO2 પ્રદૂષણ સાથે સંકળાયેલા બાળકોના અસ્થમાના કેસો દક્ષિણ એશિયા (Cases of pediatric asthma in South Asia) અને સબ-સહારન આફ્રિકા માટે જાહેર સ્વાસ્થ્ય માટે બોજો બન્યા છે.
આ પણ વાંચો:દિલ્હીમાં પ્રદૂષણમાં રાહત મળી પણ AQI હજુ ખતરનાક શ્રેણીમાં
શહેરી વિસ્તારોમાં 86 ટકા લોકોને અસર
એ જ જર્નલમાં પ્રકાશિત થયેલા બીજા અભ્યાસમાં યુનિવર્સિટીના સંશોધકોએ દર્શાવ્યું હતું કે, ફક્ત 2019માં 1.8 મિલિયનથી વધુ મૃત્યુ શહેરી હવાના પ્રદૂષણ સાથે સંકળાયેલા છે. ટીમે શોધ્યું કે, વિશ્વભરના શહેરોમાં રહેતા 86 ટકા પુખ્ત વયના લોકો અને બાળકો સૂક્ષ્મ કણોના સ્તરના સંપર્કમાં છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા પ્રમાણે વધારે છે.
કઈ રીતે કેસો અને મોત ઘટાડી શકાય?
એનેનબર્ગે જણાવ્યું કે, "અશ્મિભૂત ઇંધણ-સંચાલિત પરિવહન ઘટાડવાથી બાળકો અને પુખ્ત વયના લોકોને સરળ શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. તેનાથી બાળકોના અસ્થમાના કેસો ઓછા થઈ શકે છે અને મૃત્યુ ઘટાડી શકાય છે." તેમણે જણાવ્યું કે, "તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરશે, જે તંદુરસ્ત આબોહવા તરફ દોરી જશે."
આ પણ વાંચો:ઠંડુ વાતાવરણ અને પ્રદૂષણ COPDના દર્દીઓના જોખમમાં કરે છે વધારો