ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વાહનોના મોટા હિમાયતી છે. મંગળવારે તેમણે પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (FFV-SHEV) લોન્ચ કર્યું છે. જાપાનીઝ કંપની ટોયોટા (toyota corolla altis 2022) એ કોરોલા અલ્ટીસ (Corolla altis car) ને ફ્લેક્સ ફ્યુઅલ હાઇબ્રિડ કાર તરીકે લોન્ચ કરી છે. આ કંપનીનો પાયલોટ પ્રોજેક્ટ છે. આના પરથી જાણી શકાશે કે, આવા ઇથેનોલ સંચાલિત ફ્લેક્સ ફ્યુઅલ વાહનો ભારતમાં સફળ થશે કે નહીં. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ત્રણ પ્રકારના ઈંધણ પર ચાલે છે. તે ઇથેનોલ પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન દ્વારા સંચાલિત છે. એટલે કે પેટ્રોલ સિવાય તે ઇથેનોલ ઇંધણ પર પણ ચાલી શકે છે. પેટ્રોલ એન્જિનની સાથે તેમાં 1.3 kW Hz બેટરી પણ છે. દેશની આ પ્રકારની પ્રથમ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કારની વિશેષતાઓ જાણો.
કોરોલા અલ્ટીસ 2022: ફ્લેક્સ ફ્યુઅલ વાહનો અથવા FFV એ એવા વાહનો છે જે બે પ્રકારના ઇંધણ પર ચાલે છે. સામાન્ય રીતે, પેટ્રોલ/ડીઝલ ઉપરાંત, મિશ્રિત ઇથેનોલ અથવા મિથેનોલનો ઉપયોગ થાય છે. તેમનું આંતરિક કમ્બશન એન્જિન એક કરતાં વધુ ઇંધણ પર ચાલવા માટે બનાવવામાં આવ્યું છે. બંને ઇંધણ એક જ ટાંકીમાં સંગ્રહિત થાય છે. આ દ્વિ-ઇંધણ વાહનોથી અલગ છે કારણ કે, ઇંધણ અલગ ટાંકીમાં સંગ્રહિત છે. દ્વિ-ઇંધણવાળા વાહનોના એન્જિન એક સમયે માત્ર એક જ ઇંધણ પર ચાલે છે, જેમ કે CNG, LPG અથવા હાઇડ્રોજન વાહનો.