એડિલેડ: T20 વિશ્વ કપ 2022 (t20 world cup 2022) ભારત બાંગ્લાદેશને હરાવીને ગ્રુપ 1માં પ્રથમ સ્થાન પર પહોંચ્યું છે. દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતે સુપર 12માં 4 મેચ રમી છે જેમાંથી 3માં જીત અને એકમાં હાર થઈ છે. તારીખ 30 ઓક્ટોબરે ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ 5 પોઈન્ટ સાથે ગ્રુપ (New Zealand in top one) વનમાં ટોપ પર છે. ઈંગ્લેન્ડ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
T20 વર્લ્ડ કપ 2022:જ્યારે બાંગ્લાદેશ ગ્રૂપ 2માં ચાર પોઈન્ટ સાથે 3જા સ્થાને છે. બાંગ્લાદેશે 4માંથી 2 મેચ જીતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વે 3 પોઈન્ટ સાથે 4 સ્થાને છે. ઝિમ્બાબ્વેએ 4માંથી 1 મેચ જીતી છે અને 2 હારી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. પાકિસ્તાને 3માંથી 1 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
પોઈન્ટ ટેબલ:પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડ સૌથી નીચે છે, જેણે 4માંથી એક મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ Iમાં ઓસ્ટ્રેલિયા 5 પોઈન્ટ સાથે 3જા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 4 મેચ રમી છે જેમાં તેણે 2 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. શ્રીલંકા 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તેણે 4 મેચ રમી છે જેમાં તેણે 2માં હાર અને 2માં જીત મેળવી છે. આયર્લેન્ડ 3 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે. તેણે 4માંથી એક મેચ જીતી, 2માં હાર અને 1 મેચ અનિર્ણિત રહી. છેલ્લા સ્થાને અફઘાનિસ્તાનની ટીમ છે, જેના 2 પોઈન્ટ છે. તેણે 4 મેચ રમી છે જેમાં તેણે 2 મેચ હારી છે અને 2 મેચ અનિર્ણિત રહી છે.
ફાઇનલ મેચ: ICC T20 વર્લ્ડ કપ 2022 ની યજમાની ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં ટુર્નામેન્ટનો સુપર-12 રાઉન્ડ ચાલી રહ્યો છે. બીજા દિવસે તારીખ 2 નવેમ્બર 2022ના રોજ મેચ રમાઈ હતી. દિવસની પ્રથમ મેચમાં, નેધરલેન્ડ્સે ઝિમ્બાબ્વેને 5 વિકેટથી હરાવ્યું અને સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. CC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ તારીખ 9 નવેમ્બરે સિડનીમાં રમાશે. બીજી સેમિફાઇનલ મેચ તારીખ 10 નવેમ્બરે એડિલેડમાં રમાશે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ તારીખ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.