મુંબઈ: NSE: STLTECH (Sterlite Technologies Limited)એ જાહેરાત કરી છે કે, તેની 100 ટકા ભારતીય ઉત્પાદન સુવિધાઓ હવે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (Zero Liquid Discharge) છે, જે સ્ટાન્ડર્ડ Deutsch Quality Systems (DQS India) દ્વારા પ્રમાણિત છે. ZLD પ્રક્રિયા ગંદાપાણી પર પ્રક્રિયા કરીને પાણીને શુદ્ધ કરે છે. પીવા લાયક બનાવે છે. જેમાં કંપની રીસાયકલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેનાથી પાણીમાંથી જંતુનાશ કરવા માટે મદદ મળી રહે છે. 2030 સુધીમાં વોટર પોઝિટિવિટી (Water Positivity by 2030) હાંસલ કરવાના તેના UN SDG લક્ષ્યમાં આ એક મહાન સિદ્ધિ સમાન આ સાહસ છે.
ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ:જ્યારે ભારત પાસે હાલમાં વિશ્વના પીવાના પાણીના કુલ સ્ટોકના 4 ટકા સ્ટોક છે, જેમાં 2025 સુધીમાં માંગમાં 70 ટકાથી વધુ પાણીની માંગનો વધારો થવાની પૂરી શક્યતાઓ છે. જે પાણી પુરવઠા જવાબદારીઓ પર ભાર મૂકે છે. STL કંપની માટે તેના ભૌતિકતા મેટ્રિક્સમાં વોટર મેનેજમેન્ટ કરવું એ પહેલી અને ટોચની પ્રાથમિકતા છે. આનાથી પાણીના સોર્સ તૈયાર કરવા અને પાણીની માંગને પહોંચી વળવા પગલાં લેશે. સખત ZLD પ્રોટોકોલનું પાલન કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ અને ટેકનોલોજીના માધ્યમથી આને શક્ય બનાવી શકાશે.