નવી દિલ્હી : આજકાલ લોકો પોતાના પ્રેમપાત્ર વ્ચક્તિને સોનુ, બાબુ, માચા, શોના અને પિંકી જેવા ઉપનામથી સંબોધતા હોય છે. ત્યારે સોશિયલ મિડિયા એપ સ્નેપચેટ તેની નવીન સુવિધાઓ માટે આ ઉપનામોનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ તેની પાછળ કેટલાક ખાસ કારણો પણ આપ્યા છે.
નવા AR લેન્સ : લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટે બુધવારે દેશના વપરાશકર્તાઓ માટે બે નવા ઉપનામ-થીમ આધારિત ઓગમેન્ટેડ રિયાલિટી (AR) લેન્સ રજૂ કર્યા છે. નવા AR લેન્સ 'ઈન્ડિયાઝ ટોપ નિકનેમ' અને 'માય નિકનેમ' છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઈન્ડિયાઝ ટોપ નિકનેમ' લેન્સમાં દેશના મનપસંદ ઉપનામો દર્શાવતી પાંચ બેસ્પોક ડિઝાઇનનો સમાવેશ થાય છે. લોકોને આકર્ષવા માટે આ કામ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે.
ખુદ બનાવો લેન્સ : એટલું જ નહીં, પહેલીવાર ભારતીયો પોતાનું ઉપનામ બનાવવા માટે 'માય નિકનેમ' લેન્સને કસ્ટમાઇઝ કરી શકે છે. કંપનીએ UGOV સાથે ભાગીદારીમાં ભારતીય નિકનેમ કલ્ચર પર નવું સંશોધન પણ બહાર પાડ્યું છે. જેનાથી ઉપનામો પ્રત્યે લોકોના આકર્ષણ અંગે અંદાજ મળે છે.