બેંગલુરુ:પોલીસે 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે, જેમણે 14મી ઓગસ્ટે ક્લબહાઉસમાં કથિત રીતે પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અટકાયત થયેલ બંને આરોપીઓ ટેકીસ છે અને તેઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, અમે એક પડકાર તરીકે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર (Techies shouted proPakistan slogans as a Challenge) કર્યા હતા, જે ક્લબ હાઉસ જૂથના સભ્યો દ્વારા આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃફરી ઈમરાન ખાનની મૂશ્કેલીમાં થયો વધારો, આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ
બેંગલુરુના સેમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 14 ઓગસ્ટના રોજ બનાવેલા ક્લબહાઉસ જૂથના વપરાશકર્તાઓએ પાકિસ્તાની ધ્વજને તેમના ડીપી (pakistan flag in dp) તરીકે મૂક્યો, પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડ્યું અને કથિત રીતે વાંધાજનક સૂત્રો પોકાર્યા હતા.