લંડનઃ સ્કોટિશ વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક પદ્ધતિ (Scottish scientists technology) વિકસાવી છે (technique to detect covid), જેના દ્વારા એક્સ-રેની મદદથી કોવિડ-19ને થોડીવારમાં જ શોધી કાઢવામાં આવશે. યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ (UWS) ના સંશોધકો દ્વારા વિકસિત, આ પરીક્ષણ પદ્ધતિ PCR પરીક્ષણો કરતાં વધુ ઝડપથી કોરોના વાયરસના ચેપને શોધી શકે છે.
PCR પરીક્ષણો
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ટેકનિકથી હોસ્પિટલોનો બોજ ઓછો થશે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાં પીસીઆર ટેસ્ટિંગની સુવિધા (PCR testing service) ઉપલબ્ધ નથી. 'સેન્સર્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, આ ટેકનિક 98 ટકાથી વધુ સચોટ સાબિત થઈ છે. સંશોધનનું નેતૃત્વ કરનારા UWS ના પ્રોફેસર નઈમ રમઝાને કહ્યું, 'લાંબા સમયથી, એવા કોવિડ ડિટેક્શન ડિવાઇસની જરૂરિયાત અનુભવાઈ રહી છે, જે ઝડપી પરિણામો આપી શકે અને વિશ્વસનીય હોય.
આ ટેકનિકથી વાયરસને ઝડપથી શોધી શકાય