- સોનીએ એએઈટએચનું 65 ઈંચનું નવું એચડીઆર ઓએલઈડી લોન્ચ કર્યું
- ટીવીમાં પિક્ચર પ્રોસેસર X1 અલ્ટિમેટ, હેન્ડ્સફ્રી સહિતના ફિચર્સ સામેલ
- ટીવીના નવા મોડલમાં રંગ અને કોન્ટ્રાસ્ટમાં કરાયો વધારો
નવી દિલ્હીઃ સોનીના એએઈટએસ સિરીઝમાં એક નવું 65 ઈંચનું એચડીઆર ઓએલઈડી ટીવી ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે, જેની કિંમત રૂ. 2,79,000 રાખવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ શક્તિશાળી ફોરકે એચડીઆર પિક્ચર પ્રોસેસર X1 અલ્ટિમેટની સાથે સાથે એક્સ-મોશન ક્લેરિટી ટેક્નિક સાથે આવશે, જે એક અવિશ્વસનીય રિફ્રેશ રેટ આપશે અને પહેલા કરતા વધુ શાનદાર અને સ્પષ્ટ છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું, પિક્સેલ કન્ટ્રાસ્ટ બૂસ્ટરની સાથે, રંગ અને કન્સ્ટ્રાસ્ટને વધારવામાં આવે છે એટલે સારા રંગ, વધુ સ્પષ્ટ ચિત્ર અને પ્યોર બ્લેક કોન્ટેસ્ટની સાથે ટીવી જોવાનો આનંદ મળશે. જોકે ઓએલઈડીનું વેચાણ માત્ર સોની જ કરી શકે છે.