હૈદરાબાદઃ માઇક્રોસોફ્ટે એક વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. જે કોવિડ 19 વૅક્સીનને સુરક્ષિત રુપે બધા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.
માઇક્રોસોફ્ટે એક નિવેદનમાં કહ્યું કે, અમારા પાર્ટનર્સ, કોવિડ 19 વૅક્સીનને બધા લોકો સુધી પહોંચાડવાનો પુરો પ્રયાસ કરશે. આ સાથે જ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે સરકારી અને સ્વાસ્થય સેવા ગ્રાહકોની જરુરિયાતો અનુસાર, કોવિડ 19 વૅક્સીન તેમના સુધી પણ પહોંચાડી શકાય.
માઇક્રોસોફ્ટે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમના પાર્ટનર્સ, ગ્રાહકોની સાથે સક્રિય રુપે વૅક્સીન મેનેજમેન્ટ સૉલ્યૂશંસ માટે કામ કરી રહ્યા છે. જેનાથી તે રોહીઓ અને પ્રબંધકનું પંજીકરણ, ટીકાકરણ, રિપોર્ટિંગ, વિશ્લેષણ જેવા ચરણોને નિર્ધારણ કરી શકે.
માઇક્રોસોફ્ટના વર્લ્ડ હેલ્થકેર કમર્શિયલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ મેડિકલ ઓફિસર ડેવિડ શૉએ કહ્યું કે, માઇક્રોસોફ્ટમાં અમે દુનિયાભરમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના સંગઠનોની સાથે કામ કરી રહ્યા છીએ. જેનાથી વૅક્સીનની રિપોર્ટિંગ કરી શકાય.
કંપનીએ કહ્યું કે, આ વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મથી આરોગ્ય સંચાલકો અને ફાર્મસીઓ દરેક વૅક્સીનના પ્રભાવની દેખરેખ અને રિપોર્ટ કરી શકે છે. આ સાથે જ સ્વાસ્થય પ્રશાસક મોટી આબાદીઓમાં વૅક્સીનેશનના લક્ષ્યના લેખા-જોખા સરળતાથી કરી શકે છે.