નવી દિલ્હી: ટેક કંપની ગૂગલે પિક્સેલ બડ્સમાં નવું ફિચર રજૂ કર્યું છે. જેમાં ગ્રાહકો પિક્સેલ બડ્સના સેટિંગ્સમાં જઈને બાસમાં વધારો કરી શકે છે.
ગૂગલે તેના નિવેદનમાં કહ્યું છે કે ,તમે પિક્સેલ બડ સેટિંગ્સમાં જઈને બાસને વધારી શકો છો અને જો તમે તમારા ઇયરબડ્સને અન્ય પિક્સ બડ્સ સાથે શેર કરવા માંગતા હો, તો તમે વોલ્યુમ સાથે સમાધાન કર્યા વિના પણ કરી શકો છો.