ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

સેમસંગનો આ ફોન શ્રેષ્ઠ વીડિયો રેકોર્ડિંગ અને ડિસ્પ્લે ક્વોલિટી સાથે થશે લોન્ચ - સેમસંગ મોબાઈલ

સેમસંગ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે આવતા વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાનારી અનપેક્ડ ઇવેન્ટમાં આ સ્માર્ટફોન (samsung smartphone) લોન્ચ કરવામાં આવશે. આગામી સેમસંગ ગેલેક્સી શ્રેણી (Samsung Galaxy S23 launch) વૈશ્વિક સ્તરે સ્નેપડ્રેગન પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે.

સેમસંગનો આ ફોન શ્રેષ્ઠ વીડિયો રેકોર્ડિંગ અને ડિસ્પ્લે ક્વોલિટી સાથે થશે લોન્ચ
સેમસંગનો આ ફોન શ્રેષ્ઠ વીડિયો રેકોર્ડિંગ અને ડિસ્પ્લે ક્વોલિટી સાથે થશે લોન્ચ

By

Published : Dec 13, 2022, 3:36 PM IST

સાન ફ્રાન્સિસ્કો:ટેક જાયન્ટ સેમસંગની આગામી નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S23માં 8K 30fps વિડિયો રેકોર્ડિંગની સુવિધા (samsung smartphone) હશે. GSMArenaના રિપોર્ટ અનુસાર સેમસંગ સાથે જોડાયેલા એક વિશ્વસનીય સૂત્રએ આ માહિતી આપી છે. અગાઉ એવી અફવા હતી કે, Galaxy S23 સિરીઝમાં ચિપ નિર્માતા ક્વાલકોમનું ત્રીજી પેઢીનું અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર (Samsung Galaxy S23 launch) હશે.

S23 સિરીઝ લોન્ચ: તે હજુ અસ્પષ્ટ છે કે, તે આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલ સમાન 3D સોનિક મેક્સ સેન્સર ક્વાલકોમ અથવા સંપૂર્ણપણે અલગ ફિંગરપ્રિન્ટ સ્કેનર દર્શાવશે. ગયા મહિને ક્વાલકોમે પુષ્ટિ કરી હતી કે, આગામી Galaxy S23 શ્રેણી વૈશ્વિક સ્તરે સ્નેપડ્રેગન પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ દરમિયાન સેમસંગના એક એક્ઝિક્યુટિવે ખુલાસો કર્યો કે, S23 સિરીઝ આવતા વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

સેમસંગ સ્માર્ટફોન: જોકે એક્ઝિક્યુટિવએ શહેર અથવા ચોક્કસ લૉન્ચ તારીખનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ઇવેન્ટ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાય તેવી અપેક્ષા છે. રોગચાળા પછી રૂબરૂમાં યોજાનારી આ પ્રથમ અનપેક્ડ ઇવેન્ટ હશે. અગાઉ એક અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, Galaxy S23 Ultra 5000mAh બેટરી પેક કરી શકે છે. એક ટિપસ્ટરે આગામી S23 અલ્ટ્રાની બેટરીની વાસ્તવિક જીવનની છબી શેર કરી. ઉપકરણ 6.8 ઇંચ AMOLED ડિસ્પ્લે અને ઝડપી ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે તેવી અપેક્ષા હતી.

ABOUT THE AUTHOR

...view details