સિઓલ: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે (Samsung Electronics) સોમવારે એક મહિલા એક્ઝિક્યુટિવને તેમના મોબાઈલ બિઝનેસ માટે ગ્લોબલ માર્કેટિંગના પ્રમુખ તરીકે બઢતી આપી છે. લી યંગ હીને ગ્લોબલ માર્કેટિંગ સેન્ટર (Global Marketing Center) ફોર સેમસંગના ડિવાઇસ એક્સપિરિયન્સ (DX) વિભાગના પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી હતી. જે તેના મોબાઇલ બિઝનેસની દેખરેખ રાખે છે.
અહેવાલ: યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ તે દેશના સૌથી મોટા સમૂહ સેમસંગના પ્રથમ મહિલા પ્રમુખ છે. જે સ્થાપક પરિવારની બહારથી આવે છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના દિવંગત ચેરમેન લી કુન હીની પ્રથમ પુત્રી લી બૂ જિન હાલમાં સેમસંગ સંલગ્ન હોટેલ શિલાના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી રહી છે.
કારકિર્દીની તક: લી યંગ હી વર્ષ 2007માં ટેક જાયન્ટમાં જોડાયા હતા અને વર્ષ 2012માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી. અગાઉ લોરિયલમાં કામ કરતી હતી. તેમને સેમસંગના ગેલેક્સી મોબાઇલ ફોનની છબી અને બ્રાન્ડને સફળતાપૂર્વક પ્રમોટ કરવાનો શ્રેય આપવામાં આવે છે. સેમસંગને અપેક્ષા હતી કે, પ્રમોશન અન્ય પ્રતિભાશાળી મહિલા કર્મચારીઓ માટે કારકિર્દીની સીડી ચઢવા માટે પોતાને પડકારવાની તક તરીકે સેવા આપશે.
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ: સેમસંગે જણાવ્યું હતું કે, તેઓ 7 નવા પ્રમુખોમાં સામેલ છે. જે ઓક્ટોબરમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ગ્રૂપના ડી ફેક્ટો લીડર લી જે યોંગને બઢતી આપવામાં આવ્યા બાદ પ્રથમ વખત હાથ ધરવામાં આવેલા નાના પાયે કોર્પોરેટ ફેરબદલનો એક ભાગ છે. સેમસંગે તેના હોમ એપ્લાયન્સ યુનિટ માટે નવા વડાની નિમણૂક કરી નથી. જે સ્થાન લી જે સીંગે ઓક્ટોબરમાં અપ્રગટ "વ્યક્તિગત કારણોસર" રાજીનામું આપ્યું ત્યારથી ખાલી છે. સેમસંગના વાઈસ ચેર અને કો CEO હાન જોંગ હી હાલ માટે લીની વિદાય બાદ વધારાની ફરજ સંભાળવાનું ચાલુ રાખશે.