ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Jio દશેરાથી આ ચાર શહેરોમાં 5G સર્વિસનું ટેસ્ટિંગ શરૂ કરશે - 5G in four cities

રિલાયન્સ જિયો દશેરા (5G gift on Dussehra) પર 5Gની ભેટ આપવા તૈયાર છે. Reliance Jio આજે ચાર શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી (Delhi Mumbai Kolkata Varanasi 5G) માં 5G સેવાનું બીટા ટેસ્ટિંગ શરૂ કરશે.

Jio દશેરાથી આ ચાર શહેરોમાં 5G સર્વિસનું ટેસ્ટિંગ શરૂ કરશે
Jio દશેરાથી આ ચાર શહેરોમાં 5G સર્વિસનું ટેસ્ટિંગ શરૂ કરશે

By

Published : Oct 5, 2022, 11:15 AM IST

નવી દિલ્હી:ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો 5 ઓક્ટોબર એટલે કે, દશેરા (5G gift on Dussehra) થી દેશના ચાર શહેરોમાં 5G સેવાની બીટા ટ્રાયલ શરૂ કરશે, આ ચાર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી (Delhi Mumbai Kolkata Varanasi 5G) શહેરોનો સમાવેશ થાય છે.

સેવા આમંત્રણના આધારે:કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં આ સેવા આમંત્રણના આધારે હશે. એટલે કે આ સેવાનો ઉપયોગ કરવા માટે હાલના Jio ગ્રાહકોમાંથી પસંદગીના વપરાશકર્તાઓને આમંત્રણ મોકલવામાં આવશે. કંપની આ સાથે તેના ગ્રાહકોને પ્રારંભિક ઓફર કરશે. આ અંતર્ગત યુઝર્સને 1 Gbps (ગીગાબીટ પ્રતિ સેકન્ડ) સુધીની સ્પીડ અને અમર્યાદિત5G ડેટા મળશે.

બીટા ટેસ્ટિંગની જાહેરાત:Jioએ કહ્યું, Jio દશેરાથી True-5G સર્વિસના બીટા ટેસ્ટિંગની જાહેરાત કરી રહ્યું છે. આ સેવા મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી આ ચાર શહેરોમાં શરૂ થશે. નિવેદન અનુસાર, આમંત્રિત ગ્રાહકોએ પ્રારંભિક ઓફર હેઠળ તેમના વર્તમાન Jio સિમને બદલવાની જરૂર રહેશે નહીં. બસ તેનો મોબાઈલ 5G હોવો જોઈએ. Jio True 5G સેવા આપમેળે કામ કરવાનું શરૂ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, જેમ જેમ શહેરો નેટવર્ક લેવલ પર તૈયાર થશે, તેમ તેમ ત્યાં બીટા ટેસ્ટિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. શહેરનું નેટવર્ક કવરેજ પૂરતું મજબૂત ન થાય ત્યાં સુધી યઝર્સો આ બીટા ટ્રાયલનો લાભ લઈ શકશે.

5G નેટવર્ક:Reliance Jio Infocomm ના ચેરમેનઆકાશ અંબાણીએ કહ્યું, Jioએ ભારત જેવા મોટા દેશ માટે સૌથી ઝડપી 5G અમલીકરણ યોજના તૈયાર કરી છે. આ વિશ્વનું સૌથી અદ્યતન 5G નેટવર્ક હશે, જે ભારતીયો દ્વારા ભારતીયો માટે બનાવવામાં આવ્યું છે. 5G એવી સેવા ન હોઈ શકે જે અમુક વિશેષાધિકૃત લોકો માટે અથવા માત્ર મોટા શહેરો માટે ઉપલબ્ધ હોય. તે સમગ્ર ભારતમાં દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. તો જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં મૂળભૂત ફેરફારો લાવી શકીશું.

ABOUT THE AUTHOR

...view details