નવી દિલ્હી : ફેસબુક (હવે મેટા) એ કોમ્યુનિટી ચેટ્સ નામની એક નવી સુવિધાની જાહેરાત કરી છે, જે ટૂંક સમયમાં વપરાશકર્તાઓને તેમના સમુદાયો સાથે રીઅલ ટાઇમમાં ફેસબુક અને મેસેન્જર બંને પર (community chats arriving on Facebook and Messenger) ટેક્સ્ટ, ઑડિયો અને વિડિયો દ્વારા કનેક્ટ કરવાની મંજૂરી આપશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગેજણાવ્યું હતું કે, કંપની રુચિઓ ધરાવતા લોકો સાથે જોડાવા માટે એક નવી રીત તરીકે કોમ્યુનિટી ચેટ્સ (Real time community chats on Facebook Messenger) બનાવી રહી છે.
ક્ષણભરમાં જવાબો મળશે :મંગળવારે મોડી રાત્રે કહ્યું, 1 બિલિયનથી વધુ લોકો મિત્રો સાથે વાતચીત કરવા માટે મેસેન્જરનો ઉપયોગ કરે છે અને ટૂંક સમયમાં તમે મેસેન્જર તેમજ ફેસબુક જૂથોથી સમુદાય ચેટ્સ શરૂ કરી શકશો. મેસેન્જરના વડા લોરેડાના ક્રિસને જણાવ્યું હતું, વધુ ફેસબુક જૂથો માટે અમે સમુદાય ચેટ્સનો વિસ્તાર પણ કરીશું. એડમિન્સ હવે કોઈ વિષય વિશે વાતચીત શરૂ કરી શકે છે અને પોસ્ટ પર લોકો ટિપ્પણી કરે તેની રાહ જોવાને બદલે ક્ષણભરમાં જવાબો મેળવી શકે છે.