- વર્ષનું પહેલું સંપૂર્ણ ચંદ્રગ્રહણ
- ભારતમાં દેખાશે આંશિક ચંદ્રગ્રહણ
- દેશના અમુક ભાગમાં જ આ ખગોળીય ઘટના જોવા મળશે
દિલ્હી:આ વર્ષે 26મી મેના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. જો કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના કેટલાક ભાગમાં આશિંક ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ઉત્તર ભારતમાં આ ચંદ્રગ્રહણ કેટલાક સમય પૂરતું જોવા મળશે, જ્યારે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં, ઓડિસા અને અંદમાનના કેટલાક ભાગમાં પણ આશિંક ચંદ્રગ્રહણ થોડા સમય માટે જોવા મળશે. ભારતીય સમય અનુસાર બપોરે 3:15 મીનિટથી આંશિક ગ્રહણ શરૂ થશે અને 6 : 23 મીનિટે પૂર્ણ થશે. આ પછી ભારતમાં 19 નવેમ્બર, 2021એ ચંદ્ર ગ્રહણ દેખાશે.
આ વર્ષનો પહેલો સૂપરમૂન
21 જાન્યુઆરી, 2019ના સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ પછી આ પહેલો સૂપર મૂન છે. ચંદ્ર ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઑસ્ટ્ર્લિયા, એટલાન્ટિકા અને પેસિફિક મહાસાગરમાં જોવા મળશે. નાસાએ જણાવ્યું હતું કે 17 મેથી ખગોળીય ઘટનાની એક શ્રૃંખલા શરૂ થઇ હતી જે ચંદ્રગ્રહણ સાથે પૂર્ણ થશે.ચંદ્રગ્રહણ પૂર્ણિમાને દિવસે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પૃથ્વી પસાર થાય છે. પૂર્ણ ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે આખો ચંદ્ર પૃથ્વીની છાયામાં આવે છે જ્યારે આંશિક ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો કેટલોક ભાગ પૃથ્વીની છાયામાં આવે છે.
વધુ વાંચો:દેશમાં બુધવારે ચંદ્રગ્રહણ દેખાશે, બપોરે 4.39 વાગ્યે શરૂ થશે ગ્રહણ