ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

North Korea missiles: ઉત્તર કોરિયાનો પ્રયાસ, બૈલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી અમેરિકાને આપી ચેતવણી - Hypersonic missile India

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે, તેણે પ્રાયોગિક ધોરણે ટ્રેન દ્વારા બૈલિસ્ટિક મિસાઈલનું (North Korea missiles) પરીક્ષણ કર્યું છે, જે USના જો બાઇડનના વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા તાજેતરના પ્રતિબંધોનો જવાબના રૂપમાં પ્રત્યક્ષ મનાય છે.

North Korea missiles: ઉત્તર કોરિયાનો પ્રયાસ, બૈલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી અમેરિકાને આપી ચેતવણી
North Korea missiles: ઉત્તર કોરિયાનો પ્રયાસ, બૈલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી અમેરિકાને આપી ચેતવણી

By

Published : Jan 15, 2022, 5:42 PM IST

સિયોલઃઉત્તર કોરિયાએ રેલવે દ્વારા સામરિક નિર્દેશિત મિસાઈલ છોડી છે. મીડિયાની માહિતી અનુસાર, અમેરિકાના પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ મહિનામાં આ ત્રીજું મિસાઈલ પરીક્ષણ (North Korea missiles) કર્યું છે.

દક્ષિણ કોરિયાની સેનાએ આપી માહિતી

દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે, તેણે ઉત્તર કોરિયા દ્વારા દરિયામાં છોડવામાં આવેલી બે મિસાઇલો શોધી કાઢી છે, જે આ મહિને તેનું ત્રીજું મિસાઇલ પરીક્ષણ છે. તેના એક દિવસ બાદ ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ વાત પર પ્રકાશ પાડ્યો છે.

ઉત્તર કોરિયાએ આપી ચેતવણી

આ પરીક્ષણના થોડા સમય પહેલા ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દેશના ભૂતકાળના પરીક્ષણો લઇને નવા પ્રતિબંધો લાદવા બદલ અમેરિકાની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે, જો અમેરિકા તેની સાથે આ જ પ્રકારનું વલણ જાળવી રાખશે તો તે સહન કરી લેવામાં આવશે નહી. તેની વળતો જવાબ જરૂર મળશે.

ઉત્તર કોરિયાએ મિસાઈલોનું પરીક્ષણ કરવાનું વધાર્યું

ઉત્તર કોરિયાએ તાજેતરના મહિનામાં નવી મિસાઈલોનું પરીક્ષણ કરવામાં તીવ્ર ઝડપ દાખવી છે. કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ કેટલીક રિયાયતોની માંગ કરવા માટે વાતચીત કરતા પહેલા મિસાઇલ પરીક્ષણો દ્વારા તેમના પડોશીઓ અને US પર દબાણ રાખવા માટે તેમની સુનિયોજિત વ્યૂહરચનાનો ફરી સ્વીકાર કરી રહ્યો છે.

સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આપી માહિતી

ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ (KCNA) જણાવ્યું હતું કે, શુક્રવારએ કરાયેલી કવાયતનો ઉદ્દેશ્ય માત્ર સેનાની રેલ-જનિત મિસાઇલ રેજિમેન્ટની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. ઉત્તર કોરિયાના 'રોડોંગ સિનમુન' અખબારએ ધુમાડામાં લપેટાયેલી ટ્રેનના કોચની ઉપરથી ઉડતી બે અલગ-અલગ મિસાઈલોની તસવીરો પ્રકાશિત કરી છે.

નોર્થ કોરિયાએ એક હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

આ પહેલા નોર્થ કોરિયાએ એક હાઈપરસોનિક મિસાઈલનું (Hypersonic missile India) સફળ પરીક્ષણ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આનાથી દેશની પરમાણુ યુદ્ધ સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ઉત્તર કોરિયા દ્વારા કથિત હાઇપરસોનિક મિસાઇલનું એક સપ્તાહમાં આ બીજું પરીક્ષણ હતું. આ પહેલા તેણે સપ્ટેમ્બરમાં પ્રથમ વખત હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

પૂર્વી સમુદ્ર વિસ્તારમાં શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

5 જાન્યુઆરીએ પણ ઉત્તર કોરિયાએ તેના પૂર્વી સમુદ્ર વિસ્તારમાં શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. કેટલાક નિષ્ણાંતો કહે છે, કે ઉત્તર કોરિયા તેના હરીફો પર પરમાણુ શક્તિ ધરાવતા દેશ તરીકે સ્વીકારવા અને દેશ પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને પર હળવા કરવા તેના પર વધુ દબાણ લાવવા માટે આવા પરીક્ષણો કરી રહ્યું છે.

આ પણ વાંચો:

britain partygate: ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ બની શકે છે UK ના PM, રેસમાં આગળ

India Give loan Shrilanka: ભારતે નીભાવ્યો માનવ ધર્મ, શ્રીલંકાને આર્થિક સહાય આપશે

ABOUT THE AUTHOR

...view details