નવી દિલ્હી:સ્માર્ટફોનબ્રાંડ મોટોરોલા (Motorola india) ટૂંક સમયમાં ભારતમાં તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન ન એજ એકસ30 (MOTO EDGE X30) લોન્ચ કરવાની (Moto Edge X30 launch in India) તૈયારીમાં છે.
જાણો GSMArenaના અહેવાલ વિશે
GSMArenaના અહેવાલ મુજબ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે Motorola Edge X30ને ભારતીય બજારમાં (Indian market news) વેચાણ કરવા માટે મોડેલ નંબર XT2201-01 સાથે પ્રમાણિત કર્યું છે. મોટોરોલાએ ડિસેમ્બરમાં ચીનના બજારમાં તેના નવીનતમ ફ્લેગશિપ સ્માર્ટફોન, એજ X30ની જાહેરાત કરી હતી.
જાણો મોબાઇલના ફિચર વિશે
MOTO EDGE X30માં 6.7 ઇંચના OLED FHD+ડ્સિપ્લે છે. જેમાં 144HZ રિફ્રેશ રેટ અને 576 HZ ટચ સૈંપલિંગ રેટ (Moto Edge X30 features) છે, સ્ક્રીનમાં 10 ટકા DCI P3 colour gamut, HDR10+ અને એક પંચહોલ કટઆઉટ સહિત ઇન-ડિસ્પલે ફિંગરપ્રિંટ સેંસર પણ છે.