નવી દિલ્હી: ભારતમાં iPhone 14નું લોન્ચિંગના (iphone manufacturing in india) અઠવાડિયામાં જ ઉત્પાદનની શરૂઆત એપલની દેશમાં ઉત્પાદન ક્ષમતાઓની પરિપક્વતા (maturity of Apples manufacturing capabilities) દર્શાવે છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે આ વાત કહી. મૂડીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ ફાઇનાન્સ ગ્રૂપ) રાજ જોશીએ જણાવ્યું હતું કે, સ્થાનિક રીતે ઉત્પાદિત આઇફોનની સંખ્યામાં વધારો થવાથી ભારતમાં એપલની વિસ્તરણ વ્યૂહરચના પણ વેગ પકડશે.
iPhone 14: જોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં iPhone 14 ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનીAppleની યોજના ખૂબ જ સકારાત્મક છે કારણ કે, તે તેના ઉત્પાદન આધારને વૈવિધ્ય બનાવશે, જે હાલમાં મુખ્યત્વે ચીનમાં કેન્દ્રિત છે. મૂડીઝે જણાવ્યું હતું કે, સ્માર્ટફોન માર્કેટના મોટા કદ અને 5G નેટવર્કના લોન્ચ સાથે મજબૂત વૃદ્ધિની સંભાવનાને જોતાં ભારતનું સ્માર્ટફોન માર્કેટ પણ એપલ માટે આકર્ષક લાંબા ગાળાનું બજાર છે.