ગુજરાત

gujarat

By

Published : Nov 26, 2022, 4:15 PM IST

ETV Bharat / science-and-technology

Lava નો G37 ચિપસેટ ફોન આવી ગયો, ઘણી બધી સુવિધાઓ સાથે ઉપલબ્ધ

Lava ના G37 ચિપસેટ (Lava G37 Chipset Phone) દ્વારા સંચાલિત ધ Blaze NXT, 5000mAh બેટરી દ્વારા સમર્થિત છે અને તેમાં પ્રીમિયમ ગ્લાસ બેક (Premium Glass Back) અને રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Etv BharatLava નો G37 ચિપસેટ ફોન આવી ગયો, ઘણી બધી સુવિધાઓ પણ તમારી રેન્જમાં છે
Etv BharatLava નો G37 ચિપસેટ ફોન આવી ગયો, ઘણી બધી સુવિધાઓ પણ તમારી રેન્જમાં છે

નવી દિલ્હી: સ્થાનિક સ્માર્ટફોન બ્રાન્ડ Lava એ શુક્રવારે પ્રીમિયમ ગ્લાસ બેક (Premium Glass Back) અને octa-core MediaTek Helio G37 ચિપસેટ (Lava G37 Chipset Phone) સાથેનો નવો બજેટ ફ્રેંડલી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Blaze NXTની કિંમત રૂપિયા 9,299 છે અને તે કંપનીના રિટેલ નેટવર્ક પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તારીખ 2 ડિસેમ્બરથી એમેઝોનઅને લાવાના ઓનલાઈન સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

ન્યૂ ડિવાઈઝ 3 કલર ગ્લાસ: ગ્લાસ બ્લુ, રેડ અને ગ્લાસ ગ્રીન NXT 16.55 cm (6.5-inch) ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં octa-core MediaTek Helio G37 ચિપસેટ 2.3GHz સુધી છે. તે 4 GB રેમ પણ ઓફર કરે છે. જે 3 જીબી સુધી વધારી શકાય છે અને 64 GB આંતરિક સ્ટોરેજ ક્ષમતા સાથે આવે છે.

ન્યૂ સ્માર્ટફોન અપડેટ:લાવા ઈન્ટરનેશનલ લિમિટેડના પ્રોડક્ટ હેડ તેજિન્દર સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "Blaze NXT ગ્લાસ બેક સાથે આવે છે અને ગ્રાહકોની આગામી પેઢીની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનછે." નવો સ્માર્ટફોન 13MP AI ટ્રિપલ રીઅર કેમેરા અને સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરાથી સજ્જ છે, જેમાં ટાઈમ લેપ્સ, સ્લો મોશન વીડિયો, GIF અને દસ્તાવેજોનું ઈન્ટેલિજન્ટ સ્કેનિંગ જેવી સુવિધાઓ છે. વધુમાં તે સ્મૂથનિંગ, સ્લિમિંગ, વ્હાઈટનિંગ અને આઈ એન્લાર્જર જેવા બ્યુટી મોડ ફીચર્સ આપે છે.

પ્રિયિયમ ગ્લાસ બેક:Blaze NXT 5000mAh બેટરી દ્વારા સમર્થિત છે અને તેમાં પ્રીમિયમ ગ્લાસ બેક અને રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

ABOUT THE AUTHOR

...view details