ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

આસુસે ભારતમાં લોન્ચ કર્યા નવા ગેમિંગ લેપટોપ - ASUS NEW LAPTOP

તાઇવાની આઇટી કંપની આસુસે સોમવારે ભારતીય બજારમાં એક નવા ગેમિંગ લેપટોપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની પ્રારંભિક કિંમત રૂપિયા 79,990 છે. આરઓજી સ્ટ્રિક્સ જી 15 / જી 17 (જી 512 / જી 712) અને સ્ટ્રિક્સ સ્કાર 15/17 (જી 532 / જી 732) લેપટોપ 10 મા જનરલ ઇન્ટેલ કોર આઇ 7 એચ સીરીઝ પ્રોસેસર સાથે નવી આવૃત્તિઓ છે.

ASUS
ASUS

By

Published : Aug 12, 2020, 4:19 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

નવી દિલ્હી: તાઇવાની આઇટી કંપની આસુસે સોમવારે ભારતીય બજારમાં એક નવા ગેમિંગ લેપટોપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની પ્રારંભિક કિંમત રૂપિયા 79,990 છે. આરઓજી સ્ટ્રિક્સ જી 15 / જી 17 (જી 512 / જી 712) અને સ્ટ્રિક્સ સ્કાર 15/17 (જી 532 / જી 732) લેપટોપ 10 મા જનરલ ઇન્ટેલ કોર આઇ 7 એચ સીરીઝ પ્રોસેસર સાથે નવી આવૃત્તિઓ છે.

આનુસ ઇન્ડિયાના સિસ્ટમ્સ બિઝનેસ ગ્રુપ અને કન્ઝ્યુમર એન્ડ ગેમિંગ પીસીના બિઝનેસ હેડ અર્નોલ્ડ સુએ જણાવ્યું હતું કે, " આરઓજી લેપટોપની નવી શ્રેણી સાથે, અમારું લક્ષ્ય સૌથી વધુ શક્તિશાળી ગેમિંગ હાર્ડવેરને હલકું, પોર્ટેબલ અને બજેટને અનુરુપ ઇન્જિનિયર કરવાનું છે".

15 ઇંચ અને 17 ઇંચ સ્ટ્રિક્સ જી અને સ્ટ્રિક્સ સ્કાર લેપટોપ એક શાનદાર ગેમિંગ અનુભવ માટે ત્રણ એમએસ (મિલિસેકન્ડ) પ્રતિક્રીયા સમય સાથે શક્તિશાળી 300 હર્ટ્ઝ ઉચ્ચ તાજા દર (હાઇ રિફ્રેશ રેટ) સુધી ખૂબ સારુ પ્રદર્શન કરે છે.

લેપટોપ ડીડીઆર 4 3200 મેગાહર્ટઝ રેમ અને નવી જીઇ-ફોર્સ આરટીએક્સ 2080 સુપર જીપીયુ સાથે શાનદાર ફીચર્સ સાથે આવે છે.

સ્ટ્રિક્સ શ્રેણીમાં ઓછા વિલંબ માટે વાઇફાઇ 6 નેટવર્કિંગની સુવિધા છે.

લેપટોપમાં પ્રવાહી ધાતુનું સંયોજન છે, જે સીપીયુનું તાપમાન ઘટાડીને 12 ડિગ્રી સેલ્સિય સુધી ઓછું કરે છે.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details