ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ખોરાકમાં બગાડ કઇ રીતે ઉદભવે છે? જાણો સાચવણી પદ્ધતિઓ - ખોરાક

શું તમે જાણો છો કે ખોરાકમાં માઇક્રોબાયલ વૃદ્ધિ ખોરાકને બગાડે છે? ખોરાકમાં સુક્ષ્મસજીવોનો વિકાસ માનવજાત માટે ફાયદાકારક અને નુકસાનકારક છે. ફાયદાકારક પરિણામોમાં ડેરી ઉત્પાદનોના ઉત્પાદનમાં એસિડ, આલ્કોહોલનું ઉત્પાદન શામેલ છે. તેનાથી વિપરીત ખોરાક પર માઇક્રોબાયલ વૃદ્ધિની હાનિકારક બાજુ ખોરાક બગાડવા તરફ દોરી જાય છે. વિશાલાક્ષી અરિજેલા સમજાવે છે કે કેવી રીતે ખોરાક માઇક્રોબાયલ વૃદ્ધિ ખોરાકને બગાડે છે.

ખોરાકમાં બગાડ કઇ રીતે ઉદભવે છે? જાણો સાચવણી પદ્ધતિઓ
ખોરાકમાં બગાડ કઇ રીતે ઉદભવે છે? જાણો સાચવણી પદ્ધતિઓ

By

Published : Aug 2, 2021, 1:59 PM IST

જાણો ETV Bharat Sukhibhav સાથે ખોરાક સાચવવાની રીતો

સદીઓથી ઉપયોગમાં લેવાતી ખોરક સંગ્રહની પદ્ધતિઓ

ખોરાકને વધુ સમય તાજો રાખવા અને બગાડ અટકાવતી પદ્ધતિઓ

ન્યૂઝડેસ્કઃ કેટલાક ખોરાક જેમ કે પડી રહેલું દૂધ હોય ત્યારે તે અલગ ગંધ અને રંગ વિકસાવશે જે દર્શાવે છે કે તે બગડી ગયું છે. જ્યારે એ જ દૂધ ઉકાળીને રાખવામાં આવે છે, ત્યારે તે કેટલાક કલાકો સુધી તાજું રહેશે. માત્ર દૂધ જ નહીં, પણ દરેક ખાદ્ય પદાર્થો જેમ કે શાકભાજી, ફળો, માંસ, ઇંડા વગેરે જ્યારે ખરીદવામાં આવે અને ચોક્કસ પગલાં લીધા વગર છોડી દેવામાં આવે ત્યારે તે બગડી જાય છે.

તો ખોરાક સાથે આમ કેમ થાય છે? ખોરાક પોષક તત્વોથી સમૃદ્ધ હોવાથી તે સૂક્ષ્મ જીવાણુઓના વિકાસને સહેલાઈથી ટેકો આપે છે. ખોરાકમાં સુક્ષ્મ સજીવોનો આ વિકાસ માનવજાત માટે ફાયદાકારક પણ છે અને હાનિકારક પણ છે. ફાયદાકારક પરિણામોમાં એસિડ, આલ્કોહોલનું ઉત્પાદન, બટર પનીર જેવા ડેરી ઉત્પાદનોના ઉત્પાદનમાં અને તેથી વધુનો સમાવેશ થાય છે, જેને આપણે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતાં આથો આવવાની પ્નકિયા તરીકે જોયું છે.

બગાડ કઇ રીતે ઉદભવે છે?

તેનાથી વિપરીત ખોરાક પર માઇક્રોબાયલ વૃદ્ધિની નુકસાનકારક બાજુ ખોરાકને બગાડ તરફ લઇ જાય છે. જેથી ખોરાકના રંગ, ગંધ, સ્વરુપ અને સ્વાદમાં ફેરફાર દ્વારા જોઇ શકાય છે. આ બગાડ સામાન્ય રીતે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ, એન્ઝાઇમેટિક પ્રતિક્રિયાઓ, રાસાયણિક અવશેષો અથવા ખોરાકમાં રહેલા ચરબી (રેન્સીડીટી) ના ઓક્સિડેશનને કારણે થાય છે.

જો આ દૂષિત ખોરાક અને પાણી મનુષ્યો દ્વારા પીવામાં આવે તો તેઓ ટાઇફોઇડ તાવ, ક્યૂ તાવ, કોલેરા વગેરે જેવી કેટલીક બીમારીઓમાં પરિણમે છે. બોટ્યુલિઝમ તરીકે કેટલાક ફૂડ પોઈઝનિંગ જે ક્યારેક જીવલેણ પણ હોઈ શકે છે.

ખોરાક બગડતો અટકાવવાના ઉપાય

ખોરાક બગડતો અટકાવવા શું કરી શકાય? જેથી દરેક વ્યક્તિને ખોરાકમાં હાજર પોષક તત્વો મળે. પરંતુ સૂક્ષ્મ જીવાણુઓના અનિચ્છનીય વિકાસને કારણે થતી બીમારી નહીં. ખોરાકની ગુણવત્તા અને સ્વાદને જાળવવા માટે પ્રાચીન સમયથી આજ સુધી માનવો દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિઓ અહીં જણાવી છે.

આમાં દરેક ખોરાકને યોગ્ય રીતે નિયંત્રિત કરવા અને ચોક્કસ પદ્ધતિઓ સાથે ઉપાય કરવો જોઈએ જેથી માઇક્રોબાયલ વૃદ્ધિથી દૂર રાખી શકાય, સાથે જે પોષક તત્ત્વો પણ જળવાઈ રહે. આ એકંદર પ્રક્રિયાને સંરક્ષણ કહેવામાં આવે છે. ખોરાક શા માટે સાચવવો પડે છે? તે ખૂબ જ સરળ છે કે ખોરાકની શેલ્ફ લાઇફ વધારવી પડે છે જેથી તે થોડા સમય માટે તાજી રહે, પોષક તત્ત્વો કોઇપણ નુકશાન વિના અકબંધ રહે. ખોરાકને દૂરના સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે, આયાત નિકાસ માટે તે જરુરી છે.

આ છે બગાડ અટકાવી ખોરાક સાચવતી પદ્ધતિઓ

પરંપરાગત રીતે ઘણી જાળવણી તકનીકો માનવીઓ દ્વારા અનુસરવામાં આવી છે જેમ કે ઉકાળો, સૂકવણી, ઠંડું, અથાણું, ખાંડ, મીઠું ચડાવવું વગેરે.

દૂધ અને પાણી જેવા પ્રવાહી ખોરાકને સાચવવાની પરંપરાગત પદ્ધતિ તેને ઉકાળવાની છે. આ પ્રવાહીને 100 સેન્ટિગ્રેડ ઉપર ગરમ કરવાથી માઇક્રોબાયલ કોષો તેમના પ્રોટીનને ડિનેચર કરીને મારી નાખે છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પાણી ઉકાળવામાં આવે છે અને પીવામાં આવે છે તે સામાન્ય પાણીજન્ય બીમારી જેમ કે ટાઇફોઇડ, મરડો વગેરેમાં ઘટાડો કરી શકે છે.

સૂકવણી એ પ્રક્રિયા છે જ્યાં ખોરાકને સૂર્યપ્રકાશ હેઠળ સૂકવવામાં આવે છે. ખોરાકને સૂકવી દેવાથી તમામ ભેજ દૂર થાય છે અને સુક્ષ્મજીવાણુઓથી મુક્ત બને છે. ખોરાકમાં સ્વાદ તરીકે મીઠું ઉમેરવાથી પણ મદદ મળે છે. ઉદાહરણોમાં માંસ, માછલી, શાકભાજી, અનાજ વગેરેનો સમાવેશ થાય છે.

રેફ્રિજરેટરનો ઉપયોગ શાકભાજી, માંસ, ઇંડા વગેરેના સંગ્રહ માટે થાય છે. નીચું તાપમાન સુક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિને રોકે છે અને થોડા દિવસો માટે તાજા રાખે છે. ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક લોકો રુટ સેલર સ્ટોરેજ સિસ્ટમ્સને અનુસરે છે જે ભૂગર્ભ અથવા આંશિક ભૂગર્ભ સિસ્ટમો છે જ્યાં ખોરાક ભૂગર્ભમાં સંગ્રહિત થાય છે. શાકભાજી, ફળો, બદામ વગેરે જેવા ખોરાકને આ પદ્ધતિ દ્વારા સંગ્રહિત કરી શકાય છે.

કેટલાક ફળોમાં ઉચ્ચ શર્કરાની સાંદ્રતા સાથે સંગ્રહિત થાય છે. આ સામગ્રી સોલ્યુશનને હાઇપરટોનિક બનાવે છે અને તે કોષોમાંથી તમામ પાણી પાછું ખેંચી લે છે અને બગાડ અટકાવે છે. આ સાચવણીને સુગરિંગ કહેવામાં આવે છે. જામ અને જેલીના કિસ્સામાં લાંબા સમય સુધી ખોરાકને સાચવવાની આ તકનીક છે.

આપણે પહેલેથી આપણી દાદીઓને ઉનાળામાં અથાણાને પછીની ઋતુમાં ઉપયોગ માટે તૈયાર કરતા જોયાં છે. આપણે જાણીએ છીએ કે અથાણાં કોઈપણ બગાડ વગર તાજા અને પૌષ્ટિક રહે છે. તેમાં ઉમેરવામાં આવેલા મુખ્ય ઘટકો જેમ કે મીઠું અને તેલ અથાણાને માઇક્રોબાયલ વૃદ્ધિથી મુક્ત બનાવે છે. હાયપરટોનિક સોલ્યુશનમાં વધતા કોષો પાણી ગુમાવે છે. આ પ્રક્રિયાને પ્લાઝમોલિસિસ કહેવામાં આવે છે. અથાણાને મીઠું ચડાવવાનો આ મૂળભૂત સિદ્ધાંત છે.

અથાણાંના ઉદાહરણોમાં કેરી, લીંબુ અને ગૂસબેરી જેવા ફળોનો સમાવેશ થાય છે. કેટલાક દેશોમાં માંસ, માછલી, ઇંડાના પણ અથાણાં હોય છે.

ખોરાકમાં સુક્ષ્મ સજીવોનો વિકાસ માનવજાત માટે ફાયદાકારક પણ છે અને હાનિકારક પણ છે

કેટલીકવાર કેટલાક શાકભાજીના એનારોબિક આથાથી અથાણાંનો સ્વાદ, રુપ વધે છે. આ આથા સાથે એસિડના ઉત્પાદનમાં પરિણમે છે, આલ્કોહોલ રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા બગાડ ઘટાડવામાં મદદ કરે છે.ઉદાહરણ તરીકે ગાજર, સાર્વક્રાઉટ વગેરે.

કેનિંગ એક વધુ પ્રક્રિયા છે જ્યાં રાંધવામાં આવેલો ખોરાક કેનમાં સંગ્રહિત થાય. સ્ટરીલાઈઝ જારમાં ખોરાક સાચવવા તેને થોડા સમય માટે ઉકાળવામાં આવે છે.

લાંબા સમય સુધી ખોરાકને બનાવી રાખે છે વાપરવા માટે તૈયાર

અહીં જણાવી તે પરંપરાગત પદ્ધતિઓ છે જેનો ઉપયોગ મનુષ્યો દ્વારા ખોરાક સંગ્રહિત કરવા માટે યુગોથી કરવામાં આવે છે. ઘરમાં આ સરળ ઉપાયોને અનુસરીને લાંબા સમય સુધી ખોરાકને સાચવી શકાય છે, સાથે ખોરાક અને પાણીજન્ય બીમારીથી છૂટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ ઇસરોએ પોર્ટેબલ મેડિકલ ઑક્સિજન કોન્સનટ્રેટર, શ્વાસ શેર કરશે

આ પણ વાંચોઃ Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું

ABOUT THE AUTHOR

...view details